Jai Hind

વડિયામાં વિસ વર્ષથી ગટરની ગંદકીથી ત્રાહિમામ લોકોને દુર્ગંધથી છુટકારો ક્યારે મળશે

સરકારી હોસ્પિટલ સામે થી નદી તરફ જતા પાણીના નિકાલની ગટરની ક્યારેય સફાઈ થતી નથી

અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયાના સુરગપરા વિસ્તાર માં સરકારી હોસ્પિટલ સામે આવેલાં રહેણાંક વિસ્તારના લોકો અન્ય વિસ્તારના ગટરના પાણીની ગંદકી થી ત્રાહિમામ પોકાર્યા છે.જાણવા મળતી વિગતો મુજબ હોસ્પિટલ સામે ના રહેણાંક વિસ્તાર માં ઉપરવાસનું ગટરનુ પાણી આવે છે અને તે પાણી પાઇપલાઈન મારફત બસસ્ટેન્ડના નીચેના ભાગથી નદી માં ભળે છે આ ગટર લગભગ વિસ વર્ષથી સફાઈના અભાવે ગંદકીના ગંજ સમી બની બદબુ મારતા સ્થાનિક વસવાટ કરતા લોકો ત્રાહિમામાં પોકાર્યા છે.
વિસ્તારના રહિશોના જણાવ્યા મુજબ ગટરના પાણી વારંવાર રસ્તા પર ફરી વળતા દુર્ગંધ ફેલાય છે તેમજ સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થાય છે.
સ્થાનિકોએ અનેક વખત સંબંધિત તંત્ર અને જવાબદાર અધિકારીઓ સમક્ષ લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી હોવા છતાં આજદિન સુધી સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. ગટરના ગંદા પાણીના કારણે રાહદારીઓ, દર્દીઓ અને આસપાસના વેપારીઓને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામે જ ગંદકીનું સામ્રાજ્ય સર્જાતા લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.ચોમાસુ હવે બેસવાની તૈયારીઓ છે ત્યારે આ વિસ્તાર ના લોકોના ઘર સુધી આ ગટર ના પાણી પહોંચતા હોવાથી આ ગટર ને તાત્કાલિક સફાઈ કરવી જરૂરી બને છે ત્યારે સ્થાનિકોએ તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી કરી ગટરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા સ્થાનિક રહીશો માંગ કરી રહ્યા છે.વિકાસના નામે મત માગી ને સ્વચ્છ ભારત મિશનના ગુણગાન ગાતી આ સરકારના પદાધિકારીઓ અને અધિકારીઓ આ ઉભરાતી અને બદબુ મારતી ગટરની સમસ્યા ક્યારે ઉકેલ આવશે કે પછી લોકોને બદબુ અને ગંદકી વચ્ચે જ જીવવા મજબુર કરે છે તે તો આવનારો સમય જ બતાવશે.