ઉનાના ઉમેજ ગામે 300 વીઘા જમીનના દબાણો પર તંત્રની તવાઈ

4 જેસીબી, 21 પોલીસ, કાર્યવાહીમાં જોડાયા: 4 દિવસ કામગીરી ચાલશે

ઉના તાલુકા ના ઉમેજ ગામ માં આજે સવાર થી કરોડો રૂપિયા ની 300 વિઘા જમીન પર કરવામાં આવેલ દબાણ પર ડિમોલેશન ની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે જેમાં ગૌચર જમીન પર થયેલ દબાણ પણ દૂર કરવામાં આવશે આ દબાણ દૂર કરવાની કાર્યવાહી તારીખ 16 થી 19 સુધી એટલે કે 4 દિવસ સુધી તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ કામગીરી માં 4 ઉંઈઇ દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી સવાર થી શરૂ કરવામાં આવેલ છે જેમાં 21 પોલીસ કર્મચારી નો બંદોબસ્ત રાખવામાં આવેલ છે તે સીવાય 8 તલાટી મંત્રી અને એક નાયબ મામલતદાર પર સ્થળ પર હાજર છે 4 દિવસ સુધી ચાલનારી કાર્યવાહી માં 300 વિઘા પર નું દબાણ દૂર કરવામાં આવશે જેમાં 30 વિઘા થી વધુ માં આંબા તેમજ નાળીયેરી ના બગીચા પર નું દબાણ દૂર કરવામાં આવશે. દબાણ દૂર કરવાની કાર્યવાહી અંગે ઉમેજ ગામ ના તલાટી મંત્રી નો સંપર્ક કરતા તેમણે જણાવેલ કે આજે સાંજ સુધીમાં 15 વિઘા જમીન પર થી દબાણ દૂર કરવામાં આવેલ છે જેની કિંમત 1.25 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી છે આમ તંત્ર 4 દિવસ માં 300 વિઘા જમીન પર દબાણ દૂર કરવાની વાતો વચ્ચે પ્રથમ દિવસે માત્ર 15 વિઘા માં 4 જેસીબી દ્વારા ડિમોલેશન દૂર થયેલ જો 4 દિવસ માં 300 વિઘા જમીન પર થી દબાણ દૂર કરવાનું હોય તો એક જેસીબી 3.75 વિઘા જમીન પર થી દબાણ દૂર કર્યું તો રોજ 75 વિઘા જમીન પર થી દબાણ દૂર કરે તો 4 દિવસ માં 300 વિઘા જમીન પર થી દબાણ દૂર થાય એ માટે તંત્ર દ્વારા 20 જેસીબી થી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે તોજ આ 300 વિઘા પર નું દબાણ દૂર થાય અન્યથા 4 જેસીબી થી આ દબાણ દૂર થાય નહીં જે રીતે 4 જેસીબી થી કાર્યવાહી થાય તો 60 વિઘા માં દબાણ દૂર થાય

રિલેટેડ ન્યૂઝ