ધી વેરાવળ મર્કન્ટાઈલ કો ઓપરેટીવ બેંક લી.ની 55મી સાધારણ સભા સંપન્ન

સૌરાષ્ટ્રની નાગરિક સહકારી બેન્કોમાં અગ્રસ્થાને રહેલ ધી વેરાવળ મર્કન્ટાઇલ કો-ઓપરેટીવ બેંક લી., વેરાવળ ની પપ મી વાર્ષિક સાધારણ સભા તા.14 ને રવીવારે વેરાવળ મુકામે સભાસદોની વિશાળ હાજરી વચ્ચે ચેરમેન મધુબેન એન. શાહ ના પ્રમુખ સ્થાને મળી હતી. જેમાં વાઈસ ચેરમેન સુરેશભાઈ જે. કંપાણી, બેન્કના ડિરેકટર તથા બોડ ઓફ મેનેજમેન્ટ અને શાખા સલાહકાર કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
બેંક ના વાઇસ ચેરમેન સુરેશભાઈ જે. કંપાણી દ્વારા આમંત્રિત નું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ, ચેરમેન મધુબેન એન. શાહ ના નિવેદનમાં જણાવવામાં આવેલ કે, અહેવાલના વર્ષમાં બેન્કે યશસ્વી કામગીરી કરેલ છે. વર્ષાતે બેન્કે રૂા.981.60 કરોડની ડીપોઝીટ, રૂા.606.પ3 કરોડના ધીરાણ તેમજ રૂા.1પ88.13 કરોડના કુલ બીઝનેસ સાથે ઈન્કમટેક્ષા તથા જરૂરી તમામ જોગવાઈઓ કર્યાબાદ રૂા.8.પ1 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. બેન્કના રીઝર્વ રૂા.103.89 કરોડને આંબ્યા છે. તેઓએ બેંક ની પ્રગતિ અને બેન્કને આ સ્થાને સુધી પહોંચાડવાનો યશ સર્વે સભાસદો, થાપણદારો, ગ્રાહકો, શુભેચ્છકો, બેંકના કર્મચારી ગણ, સર્વે શાખા સલાહકાર કમિટીના સભ્યો અને સમગ્ર બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ ને આપેલ અને આ સાધારણ સભામાં બેંકના પૂર્વ ચેરમેન નવિનભાઈ શાહ, પૂર્વ વાઈસ ચેરમેન ભાવનાબેન એ. શાહ અને ડિરેક્ટર ડો.સુમતિલાલ ટી. હેમાણી એ બેન્કમાં આપેલ દીર્ઘકાલીન અમૂલ્ય સેવાઓની નોંધ લઈ તેની સરાહના કરી શાલ ઓઢાડી બહુમાન કરવામાં આવેલ તેમજ વર્ષ ર0ર6 થી ર031 માટે બીનહરીફ ચુંટાયેલા ડીરેકટરોનું પુષ્પગુચ્છ આપીને અભિવાદન કરવામાં આવેલ અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન બિપીનભાઈ જી. સંઘવી દ્વારા કરવામાં આવેલ હતું. સભાસદો દ્વારા સાધારણ સભામાં રજુ થયેલ દરેક ઠરાવ ને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. સભાસદોએ બેન્ક ની કામગીરી ની પ્રશંસા કરી બેંકના ભાવિ વિકાસ માટે પોતાના સૂચનો રજૂ કરેલ. ડીરેકટર સંજયભાઈ એમ. થડેશ્વર એ ઉપસ્થિત સર્વે નો આભાર વ્યક્ત કરેલ હતો. સમગ્ર સભા નું સુરેખ અને સફળ સંચાલન ડીરેકટર જે. બી. મહેતા દ્વારા કરવામાં આવેલ અને એજન્ડાના ઠરાવ ની રજુઆત સીઇઓ અને એમડી અતુલ ડી. શાહ દ્વારા કરવામાં આવેલ અને બેન્ક દ્વારા વર્ષ ર0રપ-ર0ર6 માં ધોરણ 10 અને 1ર માં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર ર7 સ્કૂલ્સ ના પ7 તેજસ્વી તારલાઓ, ગૌરવવંતા વાલીઓ અને ઉત્તમ શિક્ષણ પ્રદાન કરનાર સ્કૂલના પ્રિન્સિપાલ ને શિલ્ડ અને પુરસ્કારથી સન્માન કરવામાં આવેલ હતા. સમગ્ર શૈક્ષણિક સન્માન કાર્યક્રમનું સફળ સંચાલન ડો.નિમિષાબેન એસ. માખણસા અને બિંદુબેન કે. ચંદ્રાણી દ્વારા કરવામાં આવેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

રિલેટેડ ન્યૂઝ