જાફરાબાદમાં વાપળીયા ગામ પાસેનો રોડ ખખડધજ હાલતમાં : દુર્ઘટના સર્જાય તે પહેલા યોગ્ય કરવા લોકમાંગ

મસમોટા ખાડા, નીકળી ગયેલા સળિયાઓ વાહનચાલકો માટે જોખમરૂપ

જાફરાબાદ તાલુકાના વાપળીયા બાજુ આવેલ સરકારી સ્કૂલના રોડ રસ્તાઓ અતિશય ખખડધજ રોડ થી અકસ્માત ને નિમંત્રણ આપતો આ રોડ સાવ મગરમચ્છ ની પીઠ જેવી હાલતમાં હોય અહીં મહત્વની સ્કુલ આવેલ હોવા છતાં પણ તંત્ર ધ્યાન ઉપર લેતું નથી અહીં સરકારી મહત્વ ની સ્કૂલોેમા આર્ટસ અને કોમર્સ કોલેજ તથા સરકારી આઈટિઆઈ, તથા મોડલ સ્કૂલ તથા ગર્લ્સ હોસ્ટેલ વિગેરે શૈક્ષણિક સંસ્થાઓ આવેલી હોય આ સરકારી સ્કૂલોમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ વિધાર્થિનીઓ અવરજવર કરે છે. આટલી મોટી અને મહત્વની સરકારી સ્કુલ ઓ આવેલ હોવા છતાં તે સ્કૂલ સુધી જોડતો રોડ અતિશય બિસ્માર હાલતમાં હોય આ બાબતે ત્રણેય સ્કૂલ ના શિક્ષકો દ્વારા આ રોડ બાબતે અનેક વખત લાગતા વળગતા ખાતાઓમાં લેખિત રજુઆત તથા જનપ્રતિનિધિ તથા પદાધિકારીઓ ને મૌખિક તથા લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ આ ખખડધજ રોડ બાબતે નોંધ લેવામાં આવતી નથી મળતી માહિતી મુજબ આ રોડ પાલિકા દ્વારા જે તે સમયે બનવવામાં આવ્યો હતો હાલ જેની જવાબદારી આવે છે. તે ખાતું આંખ આડા કાન કરતું હોય તેવું અહીં જોતા લાગી રહ્યું છે. આ એકદમ સાવ ખરાબ હાલતમાં રોડ હોય અને મસમોટા ખાડા તથા લોખંડનાં સળીયા નીકળી ગયા હોવાથી કોઈ ટુ વ્હીલર ચાલકના વીલ માં આવી જાય અને ન કરે નારાયણ કોઈ ટુ વ્હીલર ચાલકનું ઘટનાસ્થળે કોઈ મોટો અકસ્માત સર્જાય તો જવાબદારી કોની..?? અને રોડ સાવ મગરમચ્છ ની પીઠ જેવી હાલતમાં હોવાથી વિધાર્થીઓ વિધાર્થિનીઓ તથા શિક્ષકો તથા રાહદારીઓ માટે માથાના દુ:ખાવા સમાન હોય અહીં ના રહીશો દ્વારા જણાવેલ કે જે તે સમયે નગરપાલિકા દ્વારા આ આરસીસી રોડ બનાવવા માં આવેલ હોય પરંતુ આ વિસ્તાર ખરેખર નગરપાલિકામાં આવતો હોય તો પાલિકા દ્વારા વિધાર્થીઓ ના હિતમાં આરસીસી રોડ બનાવવામા આવે તેવી વિધાર્થીઓ માંથી માંગ ઉઠી છે.આ રોડ ઉપર થી હજારો ની સંખ્યા વિધાર્થીઓ વિધાર્થિનીઓ પોતાના વાહનો લઇને જતા હોય રોડ ઉપર લોખંડના સળિયા દેખાઈ રહ્યા હોય આ રોડ ઉપર દેખાતા સળિયા કોઈ ગંભીર ઘટના સર્જાઈ તે પહેલાં પાલિકા ગંભીરતા લઇ રોડ બનાવવામાં માટે ગંભીર બને અને વિધાર્થીઓ આવા અતિશય ખખડધજ રોડ ના લીધે કોઈ મોટી જાનહાનિ ના સર્જાય તે પહેલાં સારી ગુણવત્તા વાળો રોડ બનાવવા મા આવે જેથી કરીને આ રોડ ઉપર નાખવામાં આવતી સીમેન્ટ નું ક્યાંય નામોનિશાન જોવા મળતું નથી ફક્ત ને ફક્ત કપચી ઓ દેખાય રહી છે. આ કપચી કોઈ વાહન ચાલકો ના વિલ નીચે થી ઉડી કોઈ મુસાફર જનતા કે કોઈ વિધાર્થી ના કે કોઈ શિક્ષક ના માથા ફોડી નાંખે તેવી રીતે રોડ ઉપર મોટી મોટી પથરાયેલી કાળી કપચી દેખાય રહી છે. એવામાં અધવચ્ચે લોખંડના સળિયા યમદૂત સમાન હોય ન કરે નારાયણ કોઈ મોટી દુર્ધટના સર્જાય અને અનમોલ માનવ જીંદગી જોખમાઈ તે પહેલાં પાલિકા દ્વારા આ મહત્વની શૈક્ષણિક સંસ્થાઓ ના રોડ બનાવવા માટે ની ગંભીરતા લેવામાં આવશે..?? આ રોડ બનાવવા માટે વિધાર્થીઓ તથા શિક્ષકો અને અહીંના સ્થાનિક લોકો માંથી માંગ ઉઠી છે.

રિલેટેડ ન્યૂઝ