રાજુલાના કોવાયા ગામે અધિકારીઓની ટીમે મુલાકાત લીધી
યુવકનો શિકાર કર્યો તે સ્થળના સીસીટીવી ફુટેજ સામે આવ્યા, જેમાં ટ્રક ચાલક 1 કલાક સુધી સિંહને શિકાર કરતો જોવા મળે છે: સિંહોના માનવ પર હુમલાને શંકાસ્પદ ગણી તપાસ હાથ ધરાઇ
અમરેલી અને ભાવનગર જિલ્લામા સિંહો દ્વારા માનવ મૃત્યુના કિસ્સા કેમ વધ્યા આ ઘટનાઓ શંકાસ્પદ હોવાથી ગંભીરતા દાખવી ઈઋ સહિત સીનયર અધિકારીઓ ઉડાણ પૂર્વક તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે. સામાન્ય રીતે સિંહો હુમલા નથી કરતા અચાનક આ પ્રકારની ઘટનાઓ કેમ વધી રહી? સિંહ સામેથી કેમ હુમલો કર્યો? સિનયર અધિકારીઓ માનવા તૈયાર નથી ઘટના અંગે ઉડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે. યુવકનો શિકાર કર્યો તે સ્થળના ઈઈઝટ ફૂટેજ સામે આવ્યા ટ્રક ચાલક લાઈટ કરી 1 કલાક સુધી સિંહને શિકાર કરતા જોતો હતો. સૌરાષ્ટ્રના જૂનાગઢ ઈઋ રામ રતન નાલા,ઉઈઋ ચિરાગ અમીન સહિત સીનયર અધિકારીઓ પ્રથમ ભાવનગર જિલ્લામા માનવ સિંહ દ્વારા હુમલામા માત્ર અવશેષો મળ્યા છે તે માનવ મૃત્યુ સ્થળે મુલાકાત કરી લીધા બાદ રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક યુવકનો શિકાર થયો તે સ્થળની મુલાકાત કરી હતી સ્થાનિક માહિતીઓ મેળવી કેટલીક જરૂરી સૂચના માર્ગદર્શન આપવામા આવ્યું હતુ બીજી તરફ માનવ મૃત્યુના બનાવો સતત વધતા વનવિભાગ શુ કરી રહ્યું છે આ ઘટનાને કેવી રીતે જોય રહ્યું છે આ અંગે શેત્રુંજી ડિવિજન અઈઋ વિરલસિંહ ચાવડાએ સાથે વાતચીત કરી કેટલીક માહિતીઓ કેટલીક જાહેર કરવામાં આવી છે. વનવિભાગના દાવા પ્રમાણે આ ઘટના શંકાસ્પદ લાગી રહી છે બીજી તરફ આ સિંહોએ મારણ કર્યું હતું કોઈ ભૂખ્યા સિંહ પણ ન હતા બીજી તરફ લોકો વર્ષોથી આ વિસ્તારમાં સિંહો સાથે રહે છે ઉધોગો વધી રહ્યા છે વનવિભાગ જાગૃતિના કાર્યક્રમ કરવામાં આવે છે ઉધોગો પણ જનજાગૃતિ ફેલાવે અને કોઈ એવી પ્રવૃત્તિ સામે આવે તો વનવિભાગના ટોલફ્રી નંબર 1926 ઉપર સંપર્ક કરવા અપીલ કરી છે. બનાવ સ્થળના સીસીટીવી કેમેરા સામે આવ્યા આ ઘટના સ્થળે યુવકનો સિંહ દ્વારા શિકાર કરવામા આવતો હતો તેવા સમયે ટ્રક ચાલક લાઈટ કરી સિંહ જોય રહ્યો હતો અને સિંહ શિકાર સ્થળ ઉપર ત્યાંથી દૂર જાય છે આ ઘટના સીસીટીવીમાં કેદ થય છે બીજી તરફ ચોંકાવનારી ઘટના આ ટ્રક ચાલક 1 કલાક સુધી સિંહ દ્વારા યુવકનો શિકાર કરવામાં આવે છે તે શિકાર જોય રહ્યો છે હાલ વનવિભાગ અને પોલીસ વિભાગ ખાનગી રાહે અલગ અલગ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મૃતક ઉત્તરાખંડનો પરપ્રાંતી યુવક પ્રથમ ખાનગી કંપનીના બેલ્ટ પાસે રાત્રીના 1 વાગ્યા આસપાસ પાનના ગલે આવે છે ત્યાંથી દુર 500 મીટર પણ બનાવ બન્યો તે દૂર લોકેશન નથી ઘટના બની તે લોકેશન પર સિંહો પહેલા આ મૃતક યુવક પહોંચેે છે અને રોડ નીચે મૃતકનો સિંહોએ શીકાર કર્યો હતો ટ્રક ચાલક લાઈટ શરૂ કરી 1 કલાક સુધી શિકાર મારણ કરતા સમયની ઘટનાની જોય રહ્યો હતો સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે હાલ પાનના ગ્લે જોવા મળ્યો ત્યારે 1 વાગ્યાનો સમય શિકાર લોકેશન સમય 3 વાગ્યા આસપાસ હતું આ વચ્ચેના સમય દરમ્યાન મૃતક ક્યાં હતો? તે અંગે પણ સવાલ ઉઠી રહ્યો છે. પીપાવાવ મરીન પોલીસ વનવીભાગ દ્વારા સીસીટીવી ફૂટેજ અંગે તપાસ હાથ ધરી અને વનવિભાગની ટીમ દ્વારા ક્રોસ ચેકીંગ પણ ખાનગી રાહે ચાલી રહ્યું છે જેમા સિંહોએ અગાવ મારણ 1 દિવસ પહેલા કરેલ હતું કોઈ ભૂખ્યા તરસિયા સિંહો ન હતા બીજી તરફ આ મૃતક યુવકને વનવિભાગ અગાવ 12 વાગ્યા આસપાસ જોવા મળે છે. ઘટના રોડ કાંઠે બની કોવાયા ગામ અંદર જવાનો નજીક રોડ કાંઠે જે પાવર પ્લાનની સામે ઘટના બને છે ત્યાં ટાયર્સની બાજુમાં બેગ જે રીતે મૂકી છે તેવી જ રીતે બેગ જોવા મળે છે ત્યાંથી પાછળ રોડ નીચે મૃતકનો શિકાર કર્યો સિંહોના સગડ જોવા મળે છે સિંહ દ્વારા મોતને ઘાટ ઉતાર્યો તે નક્કી થાય છે પરંતુ કેવા સંજોગોમાં સંઘર્ષ થાય છે તે સૌથી મહત્વની બાબત છે.દરોજ અહીં સિંહો લોકોની બાજુ માંથી વાહનોની બાજુ માંથી નજીકથી ફરી રહ્યા છે ક્યારેય હુમલાનો પ્રયાસ અથવા પાછળ દોડવાની ઘટનાઓ ખૂબજ ઓછી સામે આવે છે તો અચાનક શિકાર વનવિભાગને હજુ આ ઘટના સમજાતી નથી સતત તપાસ કરી રહ્યા છે. સિંહ મૃતક યુવકનો શિકાર કરે છે કેટલાક વાહન ચાલકો પસાર થાય છે સામાન્ય રીતે પશુના મારણ કરતા સિંહો હોય તેવી રીતે જોવા મળ્યા બાદ કેટલાક વાહન ચાલકોએ વિડીયો ઉતાર્યા અને પછી જાણવા મળ્યું આ તો માણસનોશીકાર કરતો હતો.
