એસટીના શૌચાલયની ગટરનું જોડાણ ભૂગર્ભ ગટરમાં જોડવા જેસીબીથી ખોદકામ દરમિયાન લાઈન તુટતા પાણીની રેલમછેલ
રાજુલા એસટી ડેપો છેલ્લા ઘણા લાંબા સમય થી ચર્ચામાં આવેલ છે પ્રવાસીને સુવિધા આપવા માટે આ ડેપો નિષ્ફળ ગયો છે પરંતુ બે દિવસ પહેલા આ ડેપોના અધિકારીઓ દ્વારા તેમજ ડેપો મેનેજર દ્વારા સૌચાલય ની ગટર ડેનેજ લાઈન ભૂગર્ભ ગટરમાં જોડવા માટે બસ સ્ટેન્ડની પાછળના ભાગે જે.સી.બી દ્વારા ખોદકામ કરવામાં આવેલ અને આ અધિકારીઓ આ ખોદકામ કરીને જતા રહ્યા ત્યારે આ મુખ્ય રોડ ઉપરથી નીકળતી પાણીની લાઈન જેસીબી દ્વારા તોડી નાખવામાં આવેલ ત્યારે આ વિસ્તારમાં પાણી છોડવામાં આવતા આ પાણી સોસાયટી વિસ્તારોમાં ફરી વળ્યા અને સમગ્ર સોસાયટીમાં પાણી થયું રેલમછેલમ ત્યારે સોસાયટી વિસ્તારોના રહીશો ને આ ઘટના નજરે પડતા તાત્કાલિક નગરપાલિકાની ટીમને ફોન કરી આ પાણી બંધ કરાવ્યું. જો આ પાણી બંધ કરવામાં ન આવ્યું હોત તો બાજુમાં જ જી.ઇ.બી નું મોટું ટી.સી (સબ સ્ટેશન)બાજુમાં જ હતું જેમાં જો પાણી અડે તો મોટી દુર્ઘટના સર્જાય ત્યારે સોસાયટીના રહેશો દ્વારા સાવચેતીપૂર્વક જાણ કરવામાં આવતા તાત્કાલિક પાણી પુરવઠો બંધ કરવામાં આવ્યો અને રાજુલા નગરપાલિકાની ટીમના જવાબદાર વ્યક્તિઓ તેમજ આ વિસ્તારના સભ્યો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હવે જોવાનું એ છે કે એસ.ટી.ના અધિકારીની ટીમ દ્વારા આ જોડાણ તોડવામાં આવ્યું ત્યારે હવે આ જોડાણ જોડશે કોણ? સોસાયટીના રહેશો દ્વારા આ જોડાણ કરવા માટે એસટીના અધિકારીઓને ના પાડવામાં આવેલી આવેલી પરંતુ આ અધિકારીઓ જણાવેલ કે અમે હુકમ લઈને આવ્યા છીએ અમે પોલીસ લઈને આવ્યા છીએ જેવી વાતો કરી જબરજસ્તીથી આ ગટરનું જોડાણ કરવામાં આવ્યું જ્યારે સામાન્ય રોડ પર કામ કરતાં લોકો દ્વારા નગરપાલિકાને નુકસાન થતું હોય છે ત્યારે દંડનીય કાર્યવાહીઓ કરવામાં આવતી હોય છે ત્યારે રાજુલા એસટી ડેપોના અધિકારીઓ દ્વારા આવી મોટી નુકસાની કરવામાં આવી છે ત્યારે શું રાજુલા નગરપાલિકા ની ટીમ દંડ ની કાર્યવાહી કરશે ખરી ?
