જેતપુરમાં દેસાઈ વાડી પાસેથી મેઈન રોડ પર માર્કેટ દુર કરવાની કામગીરી

પોલીસ બંદોબસ્ત સાથે 70 ધંધાર્થીને હાલ હટાવાયા

જેતપુરના કોલેજ સામે દેસાઈ વાડી મેઈન રોડ ઉપર વર્ષોથી શાકભાજીવાળાઓ બેસતા અને શાકમાર્કેટ ભરાતી તેને લીધે અનેક પ્રકારની તકલીફ અને મુશ્કેલીઓ આજુબાજુના રહેવાસીઓને ઊભી થતા તેઓએ નગરપાલિકામાં આ શાક માર્કેટ દૂર કરવા માટે રજૂઆત કરી હતી . તેના અનુસંધાને આજે સાંજે નગરપાલિકાસત્તાવાળાઓએ પોલીસ બંદોબસ્ત સાથે આ શાક માર્કેટ દૂર કરવાના પ્રયત્નો શરૂ કર્યા છે અને આશરે 60 થી 70 જેટલા શાકભાજી વેચતા નાના-મોટા ફેરિયાઓને, લારીવાળાઓને દૂર કર્યા છે. આ શાકભાજીવાળાઓનું કહેવું છે કે અમે ગરીબ માણસો વર્ષોથી અહીંયા શાકભાજી વેચવાનો ધંધો કરીએ છીએ તો હવે અમે ક્યાં જઈએ ? અમને નગરપાલિકાએ જગ્યા ફાળવી જોઈએ. દરમિયાન શાકભાજીવાળા જ્યાં ઊભા રહેતા હતા તે ખાનગી માલિકીની જગ્યા કે રસ્તો હોવાનું પણ શાકભાજીવાળા કહે છે . હાલ તુરત નગરપાલિકાએ આ બધા શાકભાજીવાળાઓને દૂર કર્યા છે અને આવતીકાલે પણ આ શાક માર્કેટ દૂર કરવાની કામગીરી ચાલુ રહેશે એવું જાણવા મળે છે શાકમાર્કેટ દૂર કરવાની કામગીરી દરમિયાન લોકો ટોળે વળી અને આ કાર્યવાહી નિહાળતા હતા .

રિલેટેડ ન્યૂઝ