અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખને લેખિત મૌખિક રજુઆતો : સારા પરિણામ માટે વધુ એક ડગલું
અમરેલીથી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધાની માંગ સાથે ધારી પત્રકાર સંઘ દ્વારા જનજાગૃતિ અભિયાન બાદ ઉચ્ચ રજુઆતો કરવામાં આવી છે ત્યારે અમરેલી જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે અતુલ કાનાણીને લેખિત મૌખિક રજુઆતો કરવામાં આવી હતી. જેના પ્રત્યુત્તરમાં જીલ્લા ભાજપ પ્રમુખે મિશન બ્રોડગેજને સંપુર્ણ વ્યાજબી ગણાવી લોકહિત માટે જે બિનરાજકીય મિશન ધારી પત્રકાર સંઘે શરૂ કરેલ છે તેને આવકારેલુ છે.
જીલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે મારી લાગણી અને માંગણી હંમેશા ધારી-ચલાલા – વિસાવદરની મુસાફર જનતાની સાથે જોડાયેલી છે. અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, સાંસદ ભરતભાઈ સુતરીયાને યોગ્ય રજુઆત કરીને આગામી દિવસોમાં અમરેલી જિલ્લાના પાંચે પાંચ ધારાસભ્યોને સાથે રાખીને વડાપ્રધાન મોદી તેમજ રેલ્વે મંત્રીને રજુઆત કરવા માટે ધારી પત્રકાર સંઘની સાથે જશે. તેમજ આ વ્યાજબી માંગને સ્વિકારવામાં નહીં આવે તો એક વખત નહીં પરંતુ પાંચ વખત દિલ્હી જવું પડે તો હું સાથે આવવા તૈયાર છું.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે બ્રોડગેજ સુવિધાના કારણે લાખો લોકોને મોટા શહેરો સાથે કનેક્ટીવીટી મળશે, રોજગાર ની તક પણ ઉભી થશે, અમરેલી જીલ્લા સહીત આસપાસના વિસ્તારોમાં આવેલા ધાર્મિક સ્થળો તેમજ પ્રવાસન સ્થળોનો વિકાસ થશે. અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા મળી રહે એ માટે ના મિશન માં હંમેશા ધારી પત્રકાર સંઘ ની સાથે છીએ અને સરકાર નું ધ્યાન દોરવા માટે પુરતા પ્રયત્નો કરીશ તેવી ખાતરી આપી હતી.
આ પ્રસંગે ધારી પત્રકાર સંઘના સહુ પત્રકાર મિત્રો, અમરેલી બ્રોડગેજન 5આગેવાનો, માજી ધારાસભ્ય મનસુખભાઈ ભુવા, બજરંગ ગ્રુપના પ્રમુખ પરેશભાઈ પટ્ટણી, પાલીકા સદસ્ય ગૌતમભાઈ દાફડા, કાનાભાઈ, કનુભાઈ મારૂં, ગોરધનભાઈ ગેડીયા, દિનેશભાઈ માલવીયા પણ જોડાયા હતા.
ધારી પત્રકાર સંઘ, અમરેલી બ્રોડગેજના રાજકીય આગેવાનો, ચલાલા શહેરના સામાજિક આગેવાનો સાથે અમરેલીથી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા માટે મંત્રી કૌશિક વેકરીયાની મુલાકાતે આવેલ પ્રતિનિધિ મંડળની ભાવનગર ખાતેના કાર્યક્રમના કારણે કૌશિક વેકરીયા હાજર નથી રહી શક્યા ન હતા. પરંતુ તેઓએ ટેલીફોનીક વાતચીત કરીને સમગ્ર વ્યાજબી માંગ વિશેની જાણકારી મેળવી હતી.
