ઉનામાં કેસરીયો ઉત્સવ : રાજ્યસભાના સાંસદ અને જિ.પંચા.ના પ્રમુખનું અદકેરૂ સન્માન

બુથના કાર્યકરને દિલ્હીના સિંહાસન સુધી પહોંચાડનાર ભાજપ અને પ્રજાનો માનસિંહભાઈ પરમારે આભાર વ્યક્ત કર્યો

ગીર સોમનાથની ધરાને બેવડા સંસદીય નેતૃત્વનો લાભ મળતા કેસરિયો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો હતો. ઉના વિધાનસભા ભાજપ ના લોકલાડીલા ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના નેજાહેઠળનવનિર્વાચિતરાજ્યસભા સાંસદ માનસિંહભાઈ પરમાર તથાનવનિયુક્ત જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારકાદાસભાઈ દોમડીયા સહિત ઉના નગરપાલિકા, તાલુકા પંચાયત અને ગીરગઢડા તાલુકા પંચાયતના નવોદિત સુકાનીઓનો ઐતિહાસિક સન્માન સમારોહ શહેરના યોગા કેન્દ્ર ખાતે અપૂર્વ ભવ્યતા સાથે સંપન્ન થયો.આ ગૌરવવંતાઅવસરે ગીર સોમનાથ-જૂનાગઢના કર્મઠ સાંસદ રાજેશભાઈ ચુડાસમાની ગરિમામય ઉપસ્થિતિએ સમારોહની શોભા દ્વિગુણિત કરી હતી. સમારોહને સંબોધતા સાંસદ રાજેશભાઈચુડાસમાએ ભાવિ વભોર બનીને કહ્યુ ંકે,હ ુંઅન ેમારા સાથી માનસિંહ ભાઈ, બે ભાઈઓની જેમ ખંભેખંભા મિલાવીને ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાનાસર્વાંગીવિકાસમાટે, જન જનની વ્યથા હરવા માટે અહર્નિશ પ્રયત્નશીલ રહીશું. તેમના શબ્દોએ કાર્યકર્તાઓમાં નવોજોમ ભરી દીધો.
આયોજક ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે ગૌરવ સાથે જણાવ્યું કે ગીર સોમનાથ જિલ્લા માટે ઇતિહાસનું સુવર્ણ પૃષ્ઠ લખાયું છે.આપણને હવે એક નહીં, બે સંસદોના કર્મઠ નેતૃત્વનો અણમોલ લાભ મળશે. તેમણે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી કે ઉના વિધાનસભા ક્ષેત્રના વિકાસ કામો અને સરકાર ની જનકલ્યાણકારી યોજના ઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટેબંને યુવા સંસદો સાથે પૂર્ણ સંકલન સાધીને કાર્ય કરશે.
સન્માનનો પ્રત્યુત્તર આપતાં રાજ્યસભા સાંસદ માનસિંહ ભાઈ પરમારે પોતાના સહજ વિનયથી સૌના દિલ જીતી લીધાં.તેમણે કહ્યું,બુથ સ્તરના એક સામાન્ય કાર્યકરને રાજ્યસભાના સાંસદ સુધી પહોંચાડવાની તાકાત માત્ર ભારતીય જનતા પાર્ટીમાં જ છે. ભાજપમાં નિષ્ઠાવાન કાર્યકરની કદી અવગણના થતી નથી, તેની સદાય કદર થાય છે.માટે આ સન્માન મારું નહીં, પાર્ટી ના દરેક કાર્યકરનું સન્માન છે.તેમણે શીર્ષ નેતૃત્વ અને કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર માન્યો.

રિલેટેડ ન્યૂઝ