હુમલાખોર સિંહ મૃત હાલતમાં મળી આવ્યો: તે કોઇ બીમારી, હડકવાથી પીડીત હોવાનું અનુમાન
જાફરાબાદના બાબરકોટ રોડ ઉપર એક વિચિત્ર ઘટના બની હતી. સિંહે રસ્તા પરથી પસાર થતા વાહનો પર હુમલો કરતા ચકચાર મચી છે. વનવિભાગની ટીમે સિંહને એનિમલ કેર સેન્ટરમાં મોકલ્યો હતો. જો કે સિંહનું રેસ્કયુ થાય તે પૂર્વે જ શંકાસ્પદ મોત નીપજયું હતું.
અમરેલી જિલ્લામાં જાફરાબાદ તાલુકામાં બાબરકોટ રોડ ઉપર જાફરાબાદ રેન્જ વનવિભાગ કચેરી પાસે બનેલી ઘટનાએ અફરા તફડી મચી આ ઘટનાએ વનવિભાગના જીવ તાળવે ચોંટાડી દીધા છે રોડ ઉપર જેટલા વાહન ચાલકો નીકળે તેની પાછળ દોડધામ કરી લોકોને રીતસર હંભાવયા હતા આ ઘટના જાફરાબાદ રેન્જ વનવિભાગ કચેરી નજીક બની પ્રથમ બાઈક ચાલક વિનુભાઈ બારૈયા પસાર થતા તેના ઉપર હુમલો કરવા તરાપ મારી આ ઘટનામાં બાઈક ચાલક નીચે પડતા હાથના ભાગે સિંહ દ્વારા નખ માર્યો સામાન્ય ઇજા થતા બચાવ થયો આ ઘટના બાદ એક રીક્ષા ચાલક પસાર થાય છે તેના ઉપર હુમલો કરવાની કોશિશ કરતા આ રીક્ષા ચાલક પલ્ટી મારી જતા અફડા તફડી મચી જોકે આ ઘટનામાં મોટી દુર્ઘટના ટળિ લોકોને ઈજાઓ ન થય અને સિંહથી બચી ગયા જાફરાબાદ રેન્જ વનવિભાગની ટીમ ડોક્ટર સાથે હાજર હતી સિંહ દ્વારા વનવિભાગ ઉપર હુમલાનો પ્રયાસ કર્યો હતો સ્થિતિ અત્યંત થોડીવાર માટે ગંભીર બની હતી.
શેત્રુંજી ડીવીજન ડીસીએફ ચિરાગ અમીનનો સંપર્ક કરતા કહ્યું આ સિંહનું ઝડપથી મોત થયું અમારી ડોક્ટર ટીમ સાથે રેસ્ક્યુ કરવાની તૈયારી કરી લીધી હતી પરંતુ તે પહેલા મોત થયુ છે એનિમલ ડોક્ટર તપાસ કરી રહ્યા છે હડકવા જેવા સિમ્સટમ હોય શકે એસોપિ પ્રમાણે સિંહના તમામ સેમ્પલ લેવાશે
બનાવ સ્થળે સિંહએ રોડ ઉપર હાહાકાર મચાવ્યો બાદ સ્થળ ઉપર નર સિંહને બે ત્રણ વખત શરીર પર ઝટકી આવે છે અને સિંહ જીવ ગુમાવી દેવામાં આવે છે જેથી સિંહનું મોત થાય છે આ ઘટનામાં જાફરાબાદ રેન્જ વનવિભાગની ટીમ મૃતક સિંહને બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામા આવ્યો છે એનિમલ ડોકટરોની ટીમ દ્વારા એનિમલ કેર સેન્ટર ખાતે તપાસ ચાલી રહી છે આ સિંહને અચાનક આવું કેમ થયું તેની પાછળનું કારણ ? આ અંગે ઉંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે. મૃતક સિંહના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરાઇ છે.
અગાવ 1 વર્ષ પહેલા જાફરાબાદ તાલુકાના મીતીયાળા ગામ નજીક વનવિભાગના કર્મચારી ઉપર હુમલો કર્યો હતો સિંહને હડકવા જેવી મુમેન્ટ હતી અને સિંહનું મોત થયું હતું એવી જ રીતે અગાવ બાબરકોટ નજીક ખાનગી કંપનીમાં 2 વર્ષ પહેલા સિંહને હડકવા જેવી મુમેન્ટના કારણે 3 જેટલા વાહન ચાલકોને ટાર્ગેટ કરી હુમલા કરવાની ઘટના બની હતી અને ત્યાદબાદ બંને સિંહોના તે સમયે મોત થયા હતા એવી જ ઘટના ફરીવાર પુનરાવર્તન થઈ છે.
