ભારે પોલીસ બંદોબસ્ત અને અર્ધલશ્કરી દળોની હાજરીમાં રી-નીટ એક્ઝામ લેવાઇ હતી.
આ વખતે પેપરો એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સીલપેક કરીને પરીક્ષા કેન્દ્રો પર લાવવામાં આવ્યા હતા. પરીક્ષા દરમિયાન વિડીયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓની હાજરીમાં સીલ ખોલવામાં આવ્યું હતું. એનટીએ દ્વારા અલગ જ પોતાની ઘડિયાળ મૂકવામાં આવી હતી.
વિદ્યાર્થીઓને અને ફિઝિકલી ચેક કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મેટલ ડિટેક્ટર અને મેટલ સેન્સર દ્વારા પણ ચેક કરવામાં આવ્યા હતા.
આ વખતે બાયોલોજીનો પેપર ગયા વખતની જેમ સહેલો હતો જ્યારે ફિઝિક્સ અને કેમેસ્ટ્રી મધ્યમ રહ્યો. ફિઝિક્સ માં દાખલા અને ગ્રાફ આધારિત પ્રશ્નો વધારે રહ્યા હતા. કેમેસ્ટ્રી છેલ્લે 3 મેના રોજ પરીક્ષા લેવાણી હતી તેની કરતા થોડું અઘરું હતું તેથી મેરીટ નીચું આવવાની શક્યતા રહેલી છે. એવરેજ માર્ક 550 ની આજુબાજુ રહેવાની શક્યતા રહેલી છે.
પરીક્ષાનું માળખું જોઈએ તો 45 પ્રશ્નો ફિઝિક્સના, 45 પ્રશ્નો કેમેસ્ટ્રીના, 45 પ્રશ્નો બોટની અને 45 જુલોજીના એમ કુલ 180 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. દરેક પ્રશ્નના 4 માર્ક લેખે કુલ 720 માર્કનો પેપર હોય છે.
સમગ્ર દેશમાં લગભગ 22.79 લાખ થી વધુ વિદ્યાર્થીઓએ રી-નીટની પરીક્ષા આપી આમાં છોકરીઓની સંખ્યા 13.32 લાખ હતી જ્યારે છોકરાઓની સંખ્યા 9.46 લાખ હતી. જ્યારે ગુજરાતમાં 79,411 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી.તેમ ડો. રોહિત એચ. દવે એ જણાવ્યું હતું.
