લીલીયા મોટા સરકારી આટ્સ-કોમર્સ કોલેજના એન.સી.સી કેડેટની અનોખી સિદ્ધિ

મધ્યપ્રદેશના અમરકંટક ખાતેની સ્પર્ધામાં હિર ઝળકાવ્યું

લીલીયા સરકારી આટર્સ અને કોમર્સ કોલેજના એન.સી.સી. કેડેટ ચૌહાણ ક્રિશ રાજુભાઈએ તાજેતરમાં મઘ્યપ્રદેશના અમરકંટક ખાતે યોજાયેલ પ્રતિષ્ઠિત ભભનેશનલ કેમ્પ: સ્પેશિયલ ટ્રેકિંગ કોર્સભભ સફળતાપૂર્વક પૂર્ણ કરીને કોલેજનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે. કોલેજના આચાર્ય ડો. રાજેન્દ્રસિંહ એ. રાઠોડના નેતૃત્વમાં અને ડો. મહેશ એસ. ગઢિયા (એન.સી .સી.આફિસર) દ્વારા કોલેજના વિદ્યાર્થીઓમાં શૌર્ય, સાહસ અને દેશભક્તિત વિકસાવવા એન.સી.સી. યુનિટ કાર્યરત છે.
જેના અનુસંધાને કોલેજના એન.સી.સી. કેડેટ ચૌહાણ ક્રિશ રાજુભાઈએ આ નેશનલ કેમ્પમાં ભાગ લીધેલ હતો. આ વિશેષ રાષ્ટ્રીય ટ્રેનિંગ કેમ્પનું આયોજન તારીખ 9 જૂનથી 16 જૂન દરમિયાન મઘ્યપ્રદેશના પ્રાકૃતિક સેંદર્યથી ભરપૂર એવા અમરકંટક વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય ઉદ્ેશ્ય યુવાનોમાં સાહસ, શિસ્ત અને નેતૃત્વના ગુણો વિકસાવવાનો હતો.આ કેમ્પ દરમિયાન કેડેટ ચૌહાણ ક્રિશ રાજુભાઈને વિવિધ સાહસિક પ્રવૃત્તિઓ અને આઉટડોર સ્કીલ્સની સઘન તાલીમ આપવામાં આવી હતી. જેમાં નીચે મુજબના મુખ્ય વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જીવનરક્ષક આઉટડોર સ્કીલ્સ: કેડેટસને નેવિગેશન (દિશા-નિર્દેશન), વાઇલ્ડરનેસ સેફટી (જંગલી વિસ્તારોમાં સુરક્ષા અને બચાવ), ટેન્ટ પિચિંગ (તંબુ બાંધવા) અને રૂટ પ્લાનિંગ (માર્ગનું આયોજન) જેવી અત્યંત મહત્વપૂર્ણ અને વ્યવહારૂ બાબતો શીખવવામાં આવી. બેઝિક અને લીડરશીપ કોર્સ: બિગીનર હાઇકિંગ(પ્રાથમિક પદયાત્રા) અને ટ્રેક લીડર કોર્સ દ્વારા નેતૃત્વના પાઠ ભણાવવામાં આવ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ