ધારાસભ્યની સૂચનાને પણ ધોળીને પી જતા સતાધીશો
મોજ નદી ના પુલ ઉપરથી ભારે વાઓની અવર જવર બંધ કરાતા છેલ્લા ત્રણ વર્ષથી એસ ટી એ ધોરાજી જેતપુર રાજકોટ અમદાવાદ બરોડા સુરત ભાવનગર જુનાગઢ સહિતની બસનો નાગનાથ ચોક નો બંધ કરી દેતા અડધા ઉપલેટા ની આશરે 20,000 ની સામાન્ય જનતા મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે તેમાં એ ધોરાજી જેતપુર જુનાગઢ ના પેસેન્જરને સોના કરતા ઘડામણ મોંઘી જેવો ઘાટ થવા પામ્યો છે એસટી ભાડા કરતા બસ સ્ટેન્ડ આવવા જવાનું રીક્ષા ભાડું મોંઘુ થાય છે ખરી મુશ્કેલી ત્યારે થાયછે કે મોડી રાતે આવતા પેસેન્જર તેમાં એકલા મહિલા હોય તો વધુ મુશ્કેલી પડે છે આવડી મોટી સામાન્ય જનતા નો પ્રશ્ન અવારનવારની એ ટી ના સત્તાવાળાઓને રજુઆત અખબારોમાં પ્રેસનોટ અને ધારાસભ્ય પાડલીયા ને રજુઆત પછી આજ દિવસ સુધી કોઈ નિરાકરણ આવ્યુ નથી ધારાસભ્ય પાડલીયા ને રજુઆત પછી તેઓએ એસ ટી ના જુનાગઢ ડી સી અને ઉપલેટા ડેપો મેનેજર ને રજુઆત કરેલી છતા પણ એસટી નું આ નિંભર તંત્ર ધારાસભ્ય ને પણ ગણકારતુ નથી ત્યાંરે લોકો સવાલ કરી રહ્યા છે કે એસટી ના સતાવાળાઓ ધારાસભ્ય પાડલીયા નું ગણકારતાં નથી કે ધારાસભ્ય ને સામાન્ય જનતા ના પ્રશ્ને રસ નથી અત્યારે તો 20000 ની જનતા ખાનગી વાહનોવાળા ના ઉંચા ભાડા થી લુંટાઈ રહી છે.
