બાબરકોટ જતા રોડ ઉપર જતા રિક્ષા ચાલક ઉપર સિંહ નો હુમલો થતા રિક્ષા ચાલક દ્વારા હાકલા પડકારા કરતા મહામુસીબતે જીવ બચ્યો બાબરકોટ બાજુમાં અલ્ટ્રા ટ્રેક સિમેન્ટ કંપની આવેલ હોય આ રોડ ઉપર થી કંપનીઓમાં કામ કરતા મજૂરોની તથા બાબરકોટ ગામના લોકો ની અવરજવર રહેતી હોય રોડ ની આજુબાજુ માં દેશી બાવળો તેમજ ઝાડી ઝાંખરામાં હોવાથી અને આ રોડ ઉપર વનવિભાગ દ્વારા વન્યપ્રાણી અવરજવર હોય તે માટે બોર્ડ મારેલા પણ હોય છે. બાબરકોટ ગામના લોકો પણ રાત્રીના સમયે ટુ વ્હીલર લઇને અન્ય કામકાજ માટે આ રોડ ઉપર જતા હોય છે. પરંતુ આજે જે ઘટના ઘટી છે. તેના લીધે ગામજનો તથા કંપની માં જતા કર્મચારીઓ માં ભયનો માહોલ છવાયો છે. બાબરકોટ રોડ ઉપર આવેલ તપોવન ટેકરી કે જ્યાં દરરોજ શનિવારે લોકો પગપાળા દર્શન કરવા જતા હોય છે. આ ઘટના ને કારણે લોકો માં ભયનું વાતાવરણ સર્જાયું છે. પરંતુ માનવ વસાહત માં પણ સિંહો આવી ચડતા હોય છે. વનવિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે પેટ્રોલિંગ જરૂરી છે. રિક્ષા ચાલક ઉપર હુમલો થતા આજુબાજુના વાડી વિસ્તારના લોકો તેમજ ત્યાંથી પસાર થતા રાહદારીઓ વાહન ચાલકો ઉભા રહી ગયા હતા આ હુમલો દિવસે થયો હતો રાત મધરાતે સિંહ હુમલો કર્યો હતો શું દશા થાત..?? તેવા અનેક સવાલો ઘટના સ્થળે ઉપજ્યા હતા આવી ઘટના ફરી ના બને તે માટે યોગ્ય કાર્યવાહી વનવિભાગ દ્વારા કરવામાં આવશે..?? તેવું અહીંના લોકો દ્વારા ચર્ચાઓ વહેતી થઈ છે. આ ઘટના બાદ અહીં નજીકમાં આવેલ વનવિભાગ ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને વન્યપ્રાણી અવરજવર વાળા રોડ ઉપર તપાસ હાથ ધરી હતી.
રિલેટેડ ન્યૂઝ
-
સાવરકુંડલામાં મેઘરાજાની એન્ટ્રી ભારે પવન સાથે વરસાદનું આગમન
સાવરકુંડલા શહેર અને આસપાસના વિસ્તારોમાં આજે સમી સાંજે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. દિવસભર ઉકળાટ... -
થાનગઢમાં 51.5 કિલો પોશડોડા સાથે પાંચ શખ્સોની ધરપકડ, A.N.T.F. રાજકોટ ઝોનની મોટી કાર્યવાહી
રાજ્યમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત A.N.T.F. (એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ) રાજકોટ... -
ગઢડા કન્યા વિદ્યાલયમાં વોટર કુલર અને ફિલ્ટર પ્લાન્ટની સુવિધા
હાજીયાણી બિલકિસબેન ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરાઈ ગઢડા(સ્વામીના) પંથકમાં સેવાકીય ક્ષેત્રે હર હંમેશ અગ્રેસર ખીમાણી પરિવાર દ્વારા...
