ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ શિક્ષકોની રજૂઆત સરકારમાં પહોંચાડી
ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા અપાતા તા.23 ઓગસ્ટ 2010 પહેલાં નિયુક્ત થયેલ શિક્ષકોને ઝઊઝ ની ફરજિયાત માંથી કાયમી મુક્તિ આપી તેમની સેવા શરતો રક્ષિત કરવા બાબત સંસદીય હસ્તક્ષેપની વિનંતી આવેદન અપાતા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા સરકાર માં શિક્ષકો માટે રજૂઆત કરી છે.
ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવેલી મહત્વપૂર્ણ અને ન્યાયિક રજૂઆત માં તા.23 ઓગસ્ટ 2010 પહેલાં નિયુક્ત થયેલ શિક્ષકોને ઝઊઝ (ઝયફભવયિ ઊહશલશબશહશિું ઝયતિ)ં ની ફરજિયાત તામાંથી કાયમી મુક્તિ આપવાની અને તેમની સેવા શરતો રક્ષિત કરવાની માંગ કરવામાં આવી છે. શિક્ષકો વતી સોમનાથ ના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા એ આ બાબત ની ગંભીરતા સમજી ને સરકારમાં અસરકારક રજૂઆત કરી છે. આ આવેદનપત્ર અને રજૂઆતના મુખ્ય મુદ્દાઓમાં તા.23 ઓગસ્ટ 2010 પહેલાં જે શિક્ષકો કાયદેસર ની ભરતી પ્રક્રિયા દ્વારા ફરજ પર લાગેલા છે, તેઓને ઝઊઝ પરીક્ષા પાસ કરવાની શરત માંથી કાયમી મુક્તિ આપવામાં આવે. વર્ષોથી ફરજ બજાવતા આ શિક્ષકોની સિનિયોરિટી, પ્રમોશન, ઉચ્ચ પગાર ધોરણ અને અન્ય સેવાકીય લાભો (સેવા શરતો) યથાવત અને સુરક્ષિત રાખવામાં આવે. ગઈઝઊ (ગફશિંજ્ઞક્ષફહ ઈજ્ઞીક્ષભશહ રજ્ઞિ ઝયફભવયિ ઊમીભફશિંજ્ઞક્ષ) ના નિયમો 23 ઓગસ્ટ 2010 થી લાગુ થયા હોવાથી, તે પહેલાંના શિક્ષકો માટે કેન્દ્ર અને રાજ્ય સ્તરે યોગ્ય કાયદાકીય કે સંસદીય સુધારો કરીને રાહત આપવામાં આવે તેમ જણાવેલ છે. ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા એ સ્થાનિક શિક્ષકોના ભવિષ્ય અને માનસિક ચિંતા ને ધ્યાને લીધી છે. તેમણે સરકારના શિક્ષણ વિભાગ અને સંબંધિત મંત્રી સમક્ષ આ મામલે લેખિત તેમજ મૌખિક રજૂઆત કરીને ન્યાય અપાવવા માંગ કરી છે. જે શિક્ષકો 2010 પહેલાંથી (નિયમો આવ્યા તે પહેલાંથી) સફળતાપૂર્વક શિક્ષણ કાર્ય કરી રહ્યા છે, તેને વર્ષો પછી આવી પરીક્ષાઓના દાયરામાં લાવી ને હેરાન ન કરવા જોઈએ તેવો પક્ષ સરકાર સમક્ષ મૂકવામાં આવ્યો છે. વર્ષોથી સેવા આપતા વરિષ્ઠ શિક્ષકો પર નોકરી કે સેવાકીય લાભો ગુમાવવાનું જે જોખમ ઊભું થયું છે, તેમાંથી તેમને કાયમી રાહત મળશે. 2010 પહેલાંના શિક્ષકો પાસે દાયકાઓનો શૈક્ષણિક અનુભવ છે, જે કોઈપણ પરીક્ષા કરતાં મોટો છે. આ રજૂઆત તેમના એ અનુભવને ન્યાય આપવા માટે છે. ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા સરકારમાં કરાયેલી આ સક્રિય રજૂઆતથી ગીર સોમનાથ સહિત સમગ્ર ગુજરાતના 2010 પહેલાંના શિક્ષકોમાં ન્યાય મળવાની એક મોટી આશા જાગી હોવાનું એક યાદીમાં જણાવેલ છે.
