ઇમામ હુસેનની શહાદતની યાદમાં રાજુલા શહેરની શાહગોરા વાડી ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરીને માનવતા મહેકાવી હતી. સમસ્ત મુસ્લિમ સમાજ રાજુલા દ્વારા આયોજિત આ સુંદર રક્તદાન કેમ્પમાં મુસ્લિમ સમાજના આગેવાનો, અગ્રણીઓ સહિત યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પમાં કુલ 111 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજનમાં મહુવાની નવકાર ચેરિટેબલ ટ્રસ્ટ બ્લડ બેંક દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઓલ મુસ્લિમ સમાજના પ્રમુખ આરીફ ભાઈ જોખિયા તથા ઓલ મુસ્લિમ સમાજના માજી પ્રમુખ જાફરભાઈ તથા ભાજપના અગ્રણીએ યુવા સમીરભાઈ કનોજીયા તથા દલ ભાઈ તમામ સમાજ મુસ્લિમ ના આગેવાન ભાઈઓ પણ ખાસ ઉપસ્થિત થયા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સમસ્ત મુસ્લિમ સમાજ રાજુલાએ ભારે જહેમત ઉઠાવી હતી અને આ પુણ્ય કાર્યને સફળતાપૂર્વક પાર પાડ્યું હતું.
રિલેટેડ ન્યૂઝ
-
બોટાદની કલેક્ટર કચેરીમાં શિક્ષકોના ધરણા, આવેદન
વિવિધ માંગણીઓ અંગે કલેક્ટરને રજૂઆત બોટાદ નગર પ્રાથમિક શિક્ષક સંઘ ઘટક બોટાદ ના નેતૃત્વ હેઠળ કલેક્ટર... -
રાજકોટ જિલ્લાની 800 શાળામાં આજથી ત્રણ દિવસનો પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાશે
પ્રગતિનો પ્રવેશોત્સવ થીમ અંતર્ગત …. આઈએએસ આઈપીએસ, આઈએફએસ સહિતના વરિષ્ઠ અધિકારીઓ બાળકોને શાળા પ્રવેશ કરાવશે રાજ્ય... -
ભાવનગરમાં ધોધમાર સવા બે ઈંચ વરસાદ: વૃક્ષો ધરાશાયી થયા
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહ્ય ઉકળાટ અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી...
