આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્યના માર્ગદર્શન હેઠળ તા. 01 જૂન 2026 થી 31 જુલાઈ 2026 દરમિયાન STOP DIARRHEA CAMPAIGN – 2026 નું આયોજન કરવામાં આવ્યું છે.જે અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જોષીની સૂચના મુજબ, તેમજ જિલ્લા RCHO ડો. સિંગ તથા તાલુકા હેલ્થ ઓફિસર ડો. એમ.બી. ટાંકના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાબરકોટ ખાતે મેડિકલ ઓફિસર ડો. ડી.ડી. મેવાડા તથા ડો. આઈ.જે. મોરી અને તેમની આરોગ્ય ટીમ દ્વારા અભિયાનની કામગીરી કરવામાં આવી રહી છે.
PHC બાબરકોટના MPHS, FHS, MPHW, FHW, CHO તથા આશા બહેનો દ્વારા ઘરે ઘરે મુલાકાત લઈ ઝાડા વિશે વિસ્તૃત માહિતી આપતા જણાવેલ કે (ડાયરિયા) મટાડવા માટે શરીરમાં પાણીની કમી (ડિહાઇડ્રેશન) ન થવા દેવી સૌથી મહત્વપૂર્ણ છે. ORS નું દ્રાવણ પીવો, આદુવાળી ચા અથવા દહીં-ભાત જેવા હળવા ખોરાક લો, અને જો સમસ્યા વધુ ગંભીર હોય, તો સ્થાનિક ડોક્ટરનો સંપર્ક કરો.ઝાડાની સમસ્યામાં રાહત મેળવવા અને તેને ઝડપથી બંધ કરવા ઝાડા નિયંત્રણ અંગે જનજાગૃતિ આપવામાં આવી રહી છે. 5 વર્ષથી નાના બાળકો માટે ઘછજ પેકેટ વિતરણ, ઝીંક ટેબ્લેટ અંગે માર્ગદર્શન, હાથ ધોવાની યોગ્ય પદ્ધતિ, સ્વચ્છ પાણીનો ઉપયોગ અને સ્વચ્છતા અંગે સમજણ આપવામાં આવી રહી છે.આ અભિયાનનો હેતુ બાળકોમાં ઝાડા સંબંધિત બીમારીઓ અટકાવી બાળ આરોગ્યને વધુ મજબૂત બનાવવાનો છે.જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે બાળકોને ઝાડા થાય ત્યારે સમયસર ઘછજ આપવું અને જરૂર જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાબરકોટ આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
