Jai Hind

દુધરેજ કેનાલમાંથી લાશ મળી વાલીવારસ શોધવા પોલીસની મથામણ

સુરેન્દ્રનગરની દુધરેજ નર્મદાને કેનાલમાંથી મૃતદેહ મળી આવવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે એક વર્ષમાં દુધરેજ નર્મદાની કેનાલમાં 100 થી વધુ લોકોના મૃતદેહો મળી આવ્યા છે.
ત્યારે સુરેન્દ્રનગરની દુધરેજ નર્મદા કેનાલમાંથી આજે વધુ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે ત્યારે સુરેન્દ્રનગર દૂધને નર્મદા કેનાલ શિવસર્જન ટાઉનશીપના સામેના ગેટ પાસે નર્મદાની કેનાલમાં યુવકનો મૃતદેહ તણાઈ અને આવ્યા હોવાની વિગત ફાયર બ્રિગેડની ટીમને સ્થાનિક લોકો દ્વારા આપવામાં આવી હતી.
ત્યારે સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડ ની ટીમ તાત્કાલિક દોડી ગઈ હતી અને નર્મદા કેનાલના પાણીના પ્રવાહમાં તણાઈને આવેલા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો અને પીએમ માટે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું અને આ બાબતની સુરેન્દ્રનગર સીટી પોલીસને પણ જાણ કરવામાં આવી હતી ત્યારે એ ડિવિઝન સિટી પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ પણ ત્યાં દોડી ગયા હતા અને આ યુવકના મૃતદેહ અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી.