જાફરાબાદમાં રોડ પરની કપચી વાહનની નીચે આવતા બંદુકની ગોળીની જેમ છુટે છે

કોઇનો જીવ જાય તે પહેલા યોગ્ય કરવા માંગણી

જાફરાબાદ રાજુલા રોડ ઉપર તેમજ નવા પુલ ઉપર પડેલા ખાડાઓ પી. ડબલ્યુ ટી દ્વારા રોડ ઉપર પડેલા ખાડાઓ મટીરીયલ નાખી પુરવામાં આવ્યા પરંતુ જ્યાં જ્યાં પડેલા મસમોટા ખાડાઓ પુરવાર માં આવ્યા જ્યાં નાખેલું મટીરીયલ માં લોટ પાણી લાકડા જેવો ઘાટ સર્જાયો કારણકે જ્યાં જ્યાં મટીરીયલ પાથરવા આવ્યું તેમાં સિમેન્ટ ન હોવાથી ખાડાઓમાં ના ખેલું મટીરીયલ ની કપચીઓ રોડ ઉપર પથરાયેલી જોવા મળી રહી છે. રોડ ઉપર પડેલા ખાડાઓ માં પાથરેલ મટીરીયલ ની મસમોટી કપચીઓ ટુ વ્હીલર ચાલકો ફોર વ્હીલર ટ્રક ના વિલ નીચે આવતા પાથરેલ મટીરીયલ ની કપચીઓ પવનના સુસવાટા જેમ ઉડી રહી છે. રોડ ઉપર જતા રાહદારીઓ ના માથા ફુટે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. એવામાં ઓછામાં પૂરું ટુ વ્હીલર ચાલકો આ કપચીઓ ના કારણે પોતાની ટુ વ્હીલર નું બેલેન્સ મહામુસીબતે કાબૂમાં રાખી રહ્યા છે. પી. ડબલ્યુ. ટી. ની કામગીરી ઉપર ઉઠ્યા અનેક સવાલો રોડ ઉપર પડેલા ખાડાઓ તો પુરવામાં આવ્યા પરંતુ અકસ્માત સર્જાઇ તેવી સ્થિતિ નું નિર્માણ કરવામાં આવ્યું છે. પી. ડબલ્યુ ટી. એ આ પાથરવામાં આવેલ મટીરીયલ ની કપચીઓ કોઈ મોટો અકસ્માત નોતરે તો જવાબદારી કોની..?? મનફાવે તેમ મટીરીયલ નાખી રાહદારીઓ વાહન ચાલકો ઉપર અકસ્માત નો ખતરો ઉભો કરવામાં આવ્યો રોડ ઉપર પડેલા ખાડાઓ તો પુરવામાં આવ્યા પરંતુ રાહદારીઓ ના માથા ફોડી નાખે તેવી કાળી કપચી વાહન ચાલકો ના વિલ નીચે આવતા ની સાથે પવનના સુસવાટા જેમ ઉઠી રહી છે. નવા બ્રિજ ઉપરથી હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ વિધાર્થિનીઓ મહિલાઓ સિનિયર સિટીઝન આ નવા બ્રિજ ઉપરથી પગપાળા પસાર થઈ રહ્યા છે. આ પથરાયેલી કપચીઓ કોઈ નાગરિકો નો કાળનો કોળિયો બની ન જાય તે પહેલાં તાત્કાલિક ધોરણે દુર કરવાની તસ્દી હાથ ધરવામાં આવશે કે. પછી હોતા હૈ ચલતા હૈ તેવું અપનાવવામાં આવશે..??? વાહન ચાલકો માં પણ અકસ્માત થવાની ભીતી સેવાઈ રહી છે.

રિલેટેડ ન્યૂઝ