એક જ દિવસમાં 20 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં “અમરેલી સુરક્ષા કવચ એપ્લિકેશન અંગે સેમીનાર યોજાયા

સ્થળ ઉપર જ એપ્લીકેશનમાં રજીસ્ટ્રેશન કરવામાં પણ આવ્યા

અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાની કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા તથા અને અન્ય જિલ્લા તથા બહારના રાજયમાંથી આવતા મજૂરો કારિગરોની માહિતી વ્યવસ્થિત રીતે ઉપલબ્ધ રહે તે હેતુસર “અમરેલી સુરક્ષા કવચ” નામની ડિજિટલ એપ્લિકેશન અમલમાં મૂકવામાં આવી છે. આ એપ્લિકેશનનો મુખ્ય હેતુ અન્ય જિલ્લા અથવા બહારના રાજયમાંથી કામ કરવા આવતા મજૂરો-કારીગરોની નોંધણી અને માહિતી ડિજિટલી સંકલિત કરવાનો છે. જેથી, સંભવિત ગુનાઓને અટકાવવામાં તેમજ કોઈ ગુનાહિત ઘટના બને તો ઝડપી તપાસમાં સહાય પ્રાપ્ત થઇ શકે. આ “અમરેલી સુરક્ષા કવય એપ્લિકેશન અંગે ગત તા.20 ના રોજ અમરેલી શહેર પોલિસ સ્ટેશન ફેકટરી-સહયોગ જીન, અમરેલી રૂરલ પોલિસ સ્ટેશનના ચિત્તલ, લાઠી પોલિસ સ્ટેશનના અકાળા, લીલીયા પોલિસ સ્ટેશનના મોટા કણકોટ, દામનગર પોલિસ સ્ટેશનના શાખપુર, બાબરા પોલિસ સ્ટેશનના વાવડા, બગસરા પોલિસ સ્ટેશનના સુડાવડ, વડીયા પોલિસ સ્ટેશનના નાજાપુર, સાવરકુંડલા પોલિસ સ્ટેશનના સાવરકુંડલા, સાવરકુંડલા રૂરલ પોલિસ સ્ટેશનના આંબરડી, વંડા પોલિસ સ્ટેશનના પીયાવા, ચલાલા પોલિસ સ્ટેશનના ઇંગોરાળા, ધારી પોલિસ સ્ટેશનના વિરપુર, ખાંભા પોલિસ સ્ટેશનના ડેડાણ, રાજુલા પોલિસ સ્ટેશનના મોટા અગરીયા અને બારપટોળી, પીપાવાવ પોલિસ સ્ટેશનના રામપરા-2, નાગેશ્રી પોલિસ સ્ટેશનના કાગવદર, જાફરાબાદ ટાઉન પોલિસ સ્ટેશનના બાબરકોટ (અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની), તથા ડુંગર પોલિસ સ્ટેશનના મોડલ ગામે કુલ-2500 જેટલા મજૂર તથા કારીગરોને માર્ગદરેશન આપવમાં આવ્યું હતું. તથા સ્થળ ઉપર જ એપ્લીકેશનમાં રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા. અમરેલી સુરક્ષા કવય એપ્લિકેશન ઓનલાઇન માહિતી અપલોડ કરવામાં આવે છે. જેમાં માલીકની વિગતો અને ડોક્યુમેન્ટ્સ. મજૂરોની વિગતો જેવીકે આગાઉ ક્યાં કામ કરતા હતા?, કોના રેફરેન્સથી કામ કરવા આવ્યો છે ?, મૂળ વતન અને ત્યાંનું પોલીસ સ્ટેશન, મજુરના પરિવારની વિગતો અને તેના ડોક્યુમેન્ટ્સ જેવાકે આધારકાર્ડ, વાહનની વિગત અને બેંકની વિગતો મજુરનું હાલનું સરનામું અને ડોક્યુમેન્ટ્સ હાલના મજુરના અને અગાઉ કામ કરેલ મજુરની તમામ વિગતો અમરેલી સુરક્ષા કવય એપ્લિકેશન ઓનલાઇન માહિતી અપલોડ કરવામાં આવેલ છે. અમરેલી જિલ્લા પોલીસ તરફથી તમામ નાગરિકો, ખેડૂત ભાઈઓ અને સંસ્થાઓને અપીલ કરવામાં આવે છે કે, પોલીસ દ્વારા જયારે તેમનો સંપર્ક કરવામાં આવે ત્યારે, પોતાના વિસ્તારમાં કામ કરતા મજૂરો/કારીગરોની માહિતી એપ્લિકેશનમાં નોંધાવી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહકાર આપે.

રિલેટેડ ન્યૂઝ