આરએસએસને સો વર્ષ પૂર્ણ થવાના અવસરે વિવિધ કાર્યક્રમો સંપન્ન
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સોમનાથ જિલ્લા દ્વારા સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે વેરાવળ બાયપાસ પર આવેલા “રજ્જુ ભૈયા ભવન” સંઘ કાર્યાલય, કૃષ્ણ સોસાયટી ખાતે પ્રબુદ્ધ જાન ગોષ્ઠી નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગોષ્ઠી નો મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્ર જીવનના વિવિધ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો અને સમાજને વધુ સંગઠિત, સશક્ત તથા જાગૃત બનાવવાની હતો. આરએસએસ ના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
આ તકે વક્તાઓએ જણાવ્યું હતું કે આ શતાબ્દી વર્ષ માત્ર ઉજવણીનો પ્રસંગ નથી, પરંતુ રાષ્ટ્ર અને સમાજના સર્વાંગી વિકાસ માટે નવા સંકલ્પો અને દિશાઓ નક્કી કરવાનો અવસર છે. આ જ અનુસંધાને સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોમાં સકારાત્મક અને સ્થાયી પરિવર્તન લાવવા માટે ચિંતન-મંથન અને અર્થપૂર્ણ સંવાદના હેતુથી આ ગોષ્ઠી યોજાઈ હતી. આ ગોષ્ઠિમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્ર ના સહ સંપર્ક પ્રમુખ વિજયજી દેવાંગન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના માર્ગદર્શનમાં રાષ્ટ્ર નિર્માણમાં સમાજ ની ભૂમિકા, સાંસ્કૃતિક મૂલ્યોના સંવર્ધન, સામાજિક સમરસતા અને રાષ્ટ્રીય ચેતના જેવા વિષયો પર વિસ્તૃત વિચારો રજૂ કર્યા હતા. આ પ્રસંગે શહેરના શિક્ષણવિદો, ઉદ્યોગકારો, વ્યાવસાયિકો, સામાજિક કાર્યકરો તેમજ અન્ય પ્રબુદ્ધ અગ્રણી ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવો રાષ્ટ્રહિત, સમાજ વિકાસ અને સંસ્કાર આધારિત જનજાગૃતિ જેવા વિષયો પર પોતાના મંતવ્યો રજૂ કરીને રચનાત્મક ચર્ચામાં ભાગ લીધો હતો. આ ગોષ્ઠી દરમિયાન સમાજના વિવિધ વર્ગોના સાથે લઈને સંગઠિત અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે સૌએ સંકલ્પબદ્ધ બનવાની જરૂરિયાતો પર ભાર મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.
