Jai Hind

ઉનાના મોટા ડેસર જિ.પં. બેઠકના ગામોમાં આંગણવાડીના બાંધકામ ઠપ્પ

મંજુરી મળ્યા પછી પણ ટેન્ડર પ્રક્રિયા ન થતા બાળકો ભાડાના મકાનમાં ભણવા મજબુર

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાની મોટા ડેસર જિલ્લા પંચાયત સીટ હેઠળ આવતા ગામડાઓમાં મંજૂર થયેલી આંગણવાડીઓના બાંધકામ લાંબા સમય થી ઠપ્પ પડ્યા છે.ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ,ગ્રામ પંચાયતો એ ખુલ્લી જગ્યા પણ ફાળવી દીધી, છતાં તંત્ર દ્વારા ટેન્ડર પ્રક્રિયા જ પૂર્ણ ન કરાતાં ભૂલકાંઓ આજે પણ ભાડાના મકાનોમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.
આ ગંભીર મુદ્દે મોટા ડેસર જિલ્લાપંચાયતના સદસ્ય શ્રીમતી દક્ષાબેન ભરતભાઈ શિંગડે જિલ્લા વિકાસ અધિકારી, ગીર સોમનાથને પત્ર લખી તાત્કાલિક ઘટતી કાર્યવાહીની માંગ કરી છે.
સદસ્ય એ પત્રમાં વિગતવાર રજૂઆતકરતાં જણાવ્યું કે, કેસરિયા,મઘરડી, નાથળ,શાહ ડેસર,સોનારી અને વરસિંગપુર જેવા ગામોમાં અલગ-અલગ ગ્રાન્ટમાંથી આંગણવાડી મંજૂર થઈ ચૂકી છે.
ઉના ના કેસરિયા, સોનારી, વરસિંગપુર-1 આંગણવાડી જર્જરિત હાલતમાં છે અને ટેકનિકલ સેન્ક્શન (ઝજ) પણ મળેલ નથી. મઘરડી, નાથળ-1, નાથળ-3, નાથળ -4, વરસિંગપુર-3 ગ્રામ પંચાયત દ્વારા ખુલ્લી જમીન ફાળવી દેવાઈ છે અને ઝજ પણ મળી ગયું છે, છતાં ટેન્ડર બહાર પડાયા નથી.શાહ ડેસર-1 મનરેગા યોજના હેઠળ કામ શરૂ થયું પરંતુ અધૂરું પડ્યું છે. ઉના તાલુકા પંચાયતમાં છેલ્લા ઘણા સમયથી મનરેગામાં કોઈ મટીરીયલ એજન્સી આવી જ નથી. વરસિંગપુર-1 ઉખઋ ગ્રાન્ટમાં મંજૂર થયેલ છે પરંતુ જિલ્લા કક્ષાએ જ આયોજનમાં પડતર છે.
દક્ષાબેન શિંગડે જણાવ્યું કે,આંગણવાડી એ ગામડા ના ભૂલકાંઓનું પ્રથમ શિક્ષણ મંદિર છે.ભાડાના મકાન માં પૂરતી સુવિધા ન મળવાને કારણે બાળકોના પોષણ અને પૂર્વ-પ્રાથમિક શિક્ષણ પર અસર પડે છે.જ્યારે સરકારે ગ્રાન્ટ મંજૂર કરી દીધી છે અને જમીન પણ ઉપલબ્ધ છે,ત્યારે ફક્ત વહીવટી ઢીલાશનાકારણે કામ અટકાવવું યોગ્ય નથી.તેમણે વધુમાં ઉમેર્યું કે,શાહ ડેસર માં મનરેગા હેઠળનું કામ અધૂરું પડ્યું છે અનેમટીરીયલ એજન્સીના અભાવે કામ આગળ વધતું નથી.આ બાબતેતાત્કાલિક તપાસ કરી વૈકલ્પિકવ્યવસ્થા કરવા પણ માંગ કરાઈ છે.
મહિલા સદસ્ય એ ઉઉઘને લખેલા પત્રમાંસ્પષ્ટ માંગ કરી છે કે, ઉપરોક્ત તમામ ગામોમાં મંજૂર થયેલ આંગણવાડીઓના બાંધકામ માટે વહેલી તકે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી કામ શરૂ કરવામાં આવે.સાથે જ આ બાબતે કરવામાં આવેલી કાર્યવાહીની જાણ પણ પત્ર દ્વારા કરવા અનુરોધ કર્યો છે.
હવે જોવાનું એ રહે છે કે જિલ્લા પંચાયત સદસ્યની આ ઉગ્ર રજૂઆત બાદ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે છે કે કેમ અને ગામડાના ભૂલકાંઓને પોતાની આંગણવાડીનું નવું મકાન ક્યારે મળે છે.