સંસ્કારનગરી સાવરકુંડલામાં ત્રિલોકનાયકશ્રી ધર્મનાથ ભગવાનનાં જિનાલયે 17પ મી સાલગીરી નિમિત્તે જૈન સંઘમાં શ્રઘ્ધા-ભકિતના સથવારે પ્રભુ સમર્પણનો મહોત્સવ રચાયો હતો. તા. 19 જુનના દિવસે જિનાલય શુઘ્ધિ- આત્મશુઘ્ધિ માટે 18 અભિષેક થયા.
પાલીતાણા જયદીપભાઇએ શુઘ્ધવિધિ કરાવી સહુને ભગવાનમય બનાવ્યા. તા. ર0 જુનની ઉગતી ઉષાએ સહુની ગતિ (દોડ) જિનાલય તરફ હતી.
ધર્મનાથદાદાની ધજાનો લાભ લેનાર પુણ્યશાળી માતૃશ્રી પ્રતિભાબેન ભોગીલાલ મગનલાલ ગાંધી પરિવાર તેમજ શાંતિનાથદાદાની ધજાનો લાભ લેનાર પુણ્યશાળી માતૃશ્રી વિમળાબેન હિંમતલાલ દોશી (વિમલ યાત્રા પરિવાર) લાભાર્થી પરિવારો સાથે સંઘ પ્રમુખ ધર્મેન્દ્રભાઇ મહેતા સકલ સંઘની ઉપસ્થિતિ રહી. જૈનાચાર્ય વિજયરામચંદ્રસુરિશ્વરજી મ.ના શિષ્ય આચાર્ય વિજય જિનદર્શનસુરિજી, આચાર્ય વિજય યોગરતિસુરિજીની નિશ્રા મળી હતી. મંગલવિધિઓ થતાં શુભ મુહુર્તે મંત્રોચ્ચાર સાથે દાદાનાં શિખરે ચડતા ઉલ્લાસે ઘ્વજારોહણ વિધિ સમસ્ત જૈન સંઘમાં આનંદ વરતાયો. પછી આચાર્યશ્રી શાંતિપાઠ દ્વારા વિશ્વની-સહુની શાંતિની પ્રાર્થના કરી. પછી ધર્મસભામાં આચાર્યએ કહ્યું કે જીવનમાં જેટલા સદ્વિચારો અને સદ્વર્તન આવશે તેટલી ધર્મની ધજા ફરકતી રહેશે.