Jai Hind

ઉનાના નવા બંદર ગામે જુગાર રમતા 10 શખ્સો રોકડ રૂ. 43,460 સાથે ઝડપાયા

પોલીસે આહીરવાડા વિસ્તારમાં દરોડો પાડી જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો

ઉના ના નવાબંદર ગામે મોહરમ તાજીયા તકેદારી સબબ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ ને મળેલ બાતમી ના આધારે પોલીસે નવાબંદર ગામના આહીરવાડા વિસ્તાર માં મુનશીબ બાબુભાઈથૈયમ ના ઘર પાસે ખુલ્લા પટમાં જુગાર રમતા 10 શખ્સોને ઝડપી પાડ્યા છે
પોલીસે સ્થળ પરથી રોકડ રકમ રૂ.43,460 તેમજ ગંજીપાના પત્તા નંગ-52 મુદ્દામાલ કબજે કર્યો છે. આ અંગે નવાબંદર મરીન પોલીસે મુસ્તાકભાઈ બાબુભાઈ થૈયમ ઉ.વ.35, રહે. નજીમભાઈ હનીફભાઈ ગોરી ઉ.વ.25, નવાઝ જાકુભાઈ શેખ ઉ.વ.25 હનીફભાઈ સલેમાનભાઈ થૈયમઉ.વ.40,શરાફત અનવરહુસેન બહારૂની ,ઝાફરભાઈ અબ્દુલભાઈ શેખ ઉ.વ.40,
ફેઝલ બસીરભાઈ ચોપડા ઉ.વ.32, અમીનભાઈ આરીફભાઈ મન્સુરી ઉ.વ.21, યાસીનભાઈ મહમદ ભાઈ આરબ ઉ.વ.36, ઇમરાનભાઈ મામદભાઈ ચૌહાણ ઉ.વ.39, ની જુગાર ધારા હેઠળ અટક
ઇ/ચા નાયબ પોલીસ અધિક્ષક સી.સી.ખટાણા, ઉના વિભાગના માર્ગદર્શન હેઠળ નવાબંદર મરીન પો.ઇન્સ. જે.જે. પરમાર, એ.એસ.આઈ. સંજયભાઈ બાલુભાઈ, પો.હેડ કો. પાંચાભાઈ પુંજાભાઈ, દિનેશકુમારકાનાભાઈ તથા પો.કો. વિજયભાઈ દુદાભાઈ,સહદેવસિંહજેઠીજી અને હરીભાઈ ડાયાભાઈ સહિતના સ્ટાફ દ્વારા કરી ને કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી હતી.