Jai Hind

વેરાવળ સોની યુવાન આપઘાત કેસમાં ત્રણ શખ્સો સામે મરવા મજબુર કર્યાનો ગુનો નોંધાયો

પરિવારજનોની અરજી બાદ પોલીસે તપાસ કરી કાર્યવાહી હાથ ધરી

વેરાવળ ના 21 વર્ષના સોની યુવાને તા.17 ના રોજ રાજકોટ તેમના ફુઆના ઘરે એપાર્ટમેન્ટ ની બાલ્કની માંથી કુદી ને આપઘાત કરી લીધેલ આ બનાવ અંગે તા.24 ના પરિવારજનોની અરજી બાદ પોલીસે વેરાવળ ના ત્રણ શખ્સો વિરુદ્ધ સોની યુવાનને મરવા મજબુર કર્યા નો ગુન્હો નોંધી છે. પોલીસે યુવાન શનિવારે ગુમ થયા બાદ બુધવારે આપઘાત કરેલ તે દરમિયાન તે ક્યાં હતો અને તેના બે મોબાઇલ ફોન ગુમ હોય તે તરફ તપાસ હાથ ધરેલ છે.
વેરાવળ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ મૃતક મિત ના પિતા વેરાવળના અંકિત અરૂણભાઇ માંડલીયા સોની, ઉ,વ.44, એ ફરિયાદમાં જણાવ્યું છે કે, સોની બજારમાં યશ જ્વેલર્સ નામની દુકાન આવેલ છે તેમાં બેસી મિત વેપાર ધંધો કરતો હતો. ગઇ તા.13 ના રોજ રાત્રીના સાડા બારેક વાગ્યે મીત ઘરેથી દુકાન ની ચાવી વાળુ પાકીટ લઇ ગયેલ તે બાદ તે ઘરે ન આવતા તેના બે ત્રણ વખત ફોન કર્યા ત્યારે તેણે મને કહેલ કે મારા રાજકોટ થી મીત્રો આવેલ છે તેની સાથે સાસણ છું. બીજા દિવસે તે ઘરે ન આવતા ફોન કરતા તેમણે કહ્યું કે હું વેરાવળમાં આવી ગયો છું એક ભાઈ સાથે બેઠો છુ અને દસ થી પંદર મિનિટમાં ઘરે આવું છું. તેમના જણાવ્યા બાદ મીત નો ફોન સ્વીચ ઓફ આવે બાદમાં મીતના રાજકોટના મિત્ર જયરાજ તથા હર્ષરાજ ને ફોન કરતા તેઓ કહેલ કે, મીત નો ફોન આવેલ અને મને કહેલ કે, મારા ઘરેથી ફોન આવે તો સાસણ છે એવું ખોટું બોલવાનું છે, અને અમે તો ઉદયપુર છે, તેમ વાત કરેલ જેથી અમે પરિવાર ચિંતામાં મુકાયા અને મોતની સગા સંબંધી માં તપાસ કરતા મીત કોઇ જગ્યાએ ગયેલા ન હોય અને બધા સગા સબંધીઓ ઘરે આવેલ અને તપાસ કરતા જાણવા મળેલ કે મીત રાજકોટ થી દીલ્હી અને ત્યાંથી ચંદીગઢ ગયેલ છે. તેમ જણાવી પુરી વિગતે અરજી આવેલ હતી.
મારા દીકરા મીતના મોત બાબતે રાજકોટ યુનિવર્સિટીમાં અકસ્માત મોત દાખલ થયેલ હોય જે અંગે નિવેદન લખાવી છે. મારા દિકરો મિત બે ફોન વાપરતો હતો તે ગુમ છે. જેથી ધાર્મિક, ગૌરાંગ અને સંજય વિરુદ્ધ મિતને મરવા મજબુર કર્યાની ફરીયાદ કરતા પોલીસે 108, 308(2), 351(2), 351(3), 54 એન એસ મુજબ ગુન્હો નોંધી યુવાન શનિવારે ગુમ થયા બાદ બુધવારે આપઘાત કરેલ તે દરમિયાન તે ક્યાં હતો અને તેના બે મોબાઇલ ફોન ગુમ હોય તે તરફ તપાસ હાથ ધરેલ છે. ફરિયાદ માં જણાવ્યા મુજબ તા.13 થી તા.17 સુધી મિત ગુમ થયેલ તો તે ખરેખર ક્યાં હતો તેના મોબાઈલ ગુમ છે. તે તપાસનો મુખ્ય વિષય છે અને આવડો મોટો વ્યવહાર સોના ચાંદીનો કર્યો છે તેમાં શુ સાચું છે ? આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી સાચું બહાર લાવનાર છે.