Jai Hind

રાજૂલા-જાફરાબાદ પંથકમાં ગેરકાયદે રિસોર્ટ, ખનન જેવા મુદ્દે પર્યાવરણવિદ્ો એક મંચ પર આવશે

ગીર અને સિંહોને બચાવવા જૂનાગઢમાં રાજ્યકક્ષાનું મહાસંમેલન યોજાશે

રાજુલા જાફરાબાદ પંથક વિસ્તારમાં ગેરકાયદે રિસોર્ટ, ખનન જેવા મુદ્દે પર્યાવરણવિદો એક મંચ પર આવશે જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામ બચાવો રિઝર્વ ફોરેસ્ટ બચાવવા માટે ગીર અને સિંહોને બચાવવા માટે હવે જૂનાગઢમાં રાજ્ય કક્ષાનું મહાસંમેલન યોજાશે.
અહી આવેલ અલ્ટ્રા ટ્રેક સિમેન્ટ કંપની પાસે સૌથી મોટી માઈન્સ ધરાવે છે આ વિસ્તાર મા 75 પંચોતેર હેક્ટર ની અંદર સાડા પાંચ હજાર કરતા પણ વધારે દેશી કુળ ના વૃક્ષો છે તેનુ નિકંદન નીકળી જશે આ જમીન વિસ્તાર મા 50 પચાસ કરતા પણ વધારે સિંહ સિંહણ દીપડા શિડ્યુલ નંબર વન ના પશુ પક્ષી પ્રાણીઓ અહીં છે જો આ રિઝર્વ ફોરેસ્ટ ની જમીન કંપની ને અપાય જશે તો માનવ ભક્ષી મૃત્યુ દર વધશે હાલ સરકાર વૃક્ષો વાવો વૃક્ષો બચાવો નુ કહે છે ત્યારે સરકાર નુ વન વિભાગ આ રિઝર્વ ફોરેસ્ટ ની જમીન એક ખાનગી કંપની ને માઈનિંગ કરવા માટે આપવા જઈ રહી છે તેવુ પર્યાવરણ પ્રેમીઓ લોકો માંથી જણાવી રહ્યા છે પર્યાવરણ પ્રેમીઓ જણાવી રહ્યા છે કે કંપની ને જમીન આપવા માટે વન વિભાગ કંપની ને જમીન મળી રહે તે માટે પોઝિટિવ રિપોર્ટ આપેલ છે કે તેમા જણાવે છે કે અહીં વૃક્ષો કે શેડ્યુલ વન ના પશુ પક્ષી પ્રાણીઓ સિંહ સિંહણ દીપડા જેવા વન્ય પ્રાણીઓ નો વસવાટ કરતા નથી જ્યારે જાણવા મળેલ માહિતી મુજબ સિંહ 2025 મા જીપીઆરએસ સાથે થયેલ સિંહ વસ્તી ગણતરી કરેલ છે જે મુજબ અહીં 50 પચાસ કરતા વધારે સિંહ સિંહણ વસે છે તે સરકાર ના આંકડા કહે છે પર્યાવરણ પ્રેમીઓ કહે છે કે આ વિસ્તાર ની એક ઈંચ જેટલી જમીન પણ અમે કંપની મા નહીં જવા દઈએ જેના માટે જે પણ પ્રકાર ની લડત લડવી પડશે તો તે અમે લોકો લડશું આ માટે આગામી દિવસોમાં જુનાગઢ ખાતે પર્યાવરણ પ્રેમીઓ પર્યાવરણ વન વન્ય પ્રાણીઓ ને બચાવવા માટે એક મહા સંમેલન યોજવા જઈ રહ્યું છે એક ગીર અને તેની આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં વધી રહેલી વ્યાવસાયિક પ્રવૃત્તિઓ સામે હવે પર્યાવરણપ્રેમીઓએ લડત આપવા માટે બાયુડાવી છે. તાજેતરમાં ગીર બોર્ડર નુજીક માઇનિંગ પ્રવૃત્તિઓ, ગેરકાયદેસર રિસોર્ટ્સનો રાફડો છે.
જામનગરની સંસ્થા નવાનગર નેચર ક્લબ દ્વારા આયોજિત આ સંમેલનમાં સમગ્ર ગુજરાતમાં કાર્યરત વિવિધ પ્રકૃતિ મંડળો, પર્યાવરણીય સંસ્થાઓ, એનજીઓ, વન્યજીવ અને પક્ષીપ્રેમીઓ, સંશોધકો તેમજ જાગૃત નાગરિકો એક મંચ પર એકત્રિત થશે. આ મહાસંમેલન અંગે નવાનગર નેચર ક્લબના પ્રમુખ વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, હાલમાં ગીર અને એશિયાઈ સિંહોનાં માલધારીઓના પુનર્વસનનો પેચીદો પ્રશ્ન અને વન્યજીવોના આવાસ પર વધી રહેલા અતિક્રમણ જેવા ગંભીર મુદ્દાઓ ચર્ચાના ચકડોળે ચડયા છે. આ ચિંતાજનક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જૂનાગઢ ખાતે પાંચમી જુલાઈએ એક વિશાળ રાજ્ય કક્ષાનું સંમેલન યોજાવા જઈ રહ્યું છે.. ગીરના ઈકો-સેન્સિટિવ ઝોનમાં માઈનિંગ પ્રવૃત્તિઓથી વન્યજીવો પર ખતરો, વન્યજીવ કોરિડોરમાં ગેરકાયદેસર રિસોર્ટ્સ અને માનવ દખલગીરી પર રોક, ગીરના મૂળ આદિવાસી-માલધારીઓના પુનર્વસન અને તેમના હક્કોની સુરક્ષા, સિંહો અને અન્ય વન્યજીવોના અકાળે થતા મોતના કારણો અને ભવિષ્યની સંયુક્ત રણનીતિ સહિતના મુદ્દાઓ પર ગહન ચર્ચા થશે.