Jai Hind

ઉનાના સૈયદ રાજપરા બંદરે રૂ.7 કરોડના ખર્ચે પુર સંરક્ષણ દીવાલનું કરાશે નિર્માણ

ધારાસભ્ય કાળુભાઈ રાઠોડની અસરકારક રજૂઆતને સફળતા: બજેટમાં મંજુરી મળી, ટેન્ડર પ્રક્રિયા શરૂ

ઉના તાલુકાના દરિયાકાંઠાના મોટા બંદર પૈકીના સૈયદ રાજપરા ગામના રહીશો માટે રાહતના સમાચારઆવ્યા છે.વર્ષોથી ભરતી અને ચોમાસાના સમયેદરિયાનાપાણી રામજી મંદિર વિસ્તારનારહેણાંક વિસ્તારમાં ઘૂસી જવાનીઅને જમીનનું મોટા પાયે ધોવાણથવાનીસમસ્યા નો હવે કાયમી ઉકેલ આવશે.રાજ્ય સરકારે રૂ. 7 કરોડના માતબર ખર્ચે અહીં પુર સંરક્ષણ દીવાલ બનાવવાના કામને મંજૂરી આપી દીધી છે.
સૈયદ રાજપરા બંદરના રામજી મંદિર વિસ્તારમાં દર વર્ષે ભરતીના સમયે અને ચોમાસામાં દરિયાના પાણી સીધા રહેણાંક વિસ્તારમાં પ્રવેશીજતા હતા. પાણીના સતત મારથી જમીનનું મોટા પ્રમાણમાં ધોવાણ થતાં અત્યાર સુધીમાં 7થી 8 મકાનોને ભારે નુકસાન થયું હતું અને કેટલાક મકાનો તો સંપૂર્ણ પડી ગયા હતાગ્રામજનો ભય અને ચિંતાનાઓથાર હેઠળજીવન વિતાવવા મજબૂર હતા.
ગ્રામજનોની આ વર્ષો જૂનીવિકટ સમસ્યાને ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે વાચા આપી હતી.તેમણે ગુજરાત સરકારના સંબંધિત વિભાગો તેમજ મુખ્યમંત્રી સમક્ષ અસરકારક અને સતત રજૂઆતો કરી હતી. ધારાસભ્ય ની આ રજૂઆતોને ધ્યાને લઈ રાજ્ય સરકારે 2026-27ના બજેટમાં સૈયદ રાજપરા ખાતે દરિયાના પાણીને રોકવા માટે રૂ. 7 કરોડની પ્રોટેક્શન વોલના કામને મંજૂરી આપી દીધી.
બજેટમાં મંજૂરીમળતાં જ ક્ષાર અંકુશવિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતાં જ રામજી મંદિર વિસ્તારમાં દરિયાના પાણીથી થતું જમીનધોવાણ કાયમી ધોરણે અટકાવવા માટે પ્રોટેક્શન વોલનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવશે.
વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ આવતાં સૈયદ રાજપરાના ગ્રામજનો અને આગેવાનોમાં હર્ષની લાગણી ફેલાઈ ગઈ છે.ગામના આગેવાનોએઆ નિર્ણય ને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યોહતો.આ પુર સંરક્ષણ દીવાલ બનવાથી ગામના રહીશોના જાનમાલને સુરક્ષા મળશે અને ભવિષ્યમાં દરિયાઈ પાણીનો ભય સદંતરદૂર થશે.