રૂ.1.36 લાખના ખર્ચે પ્રાથમિક શાળાના ત્રણ ઓરડા વિદ્યાર્થીઓને અર્પણ
ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સુવર્ણ અક્ષરે લખાઈ ગયો.શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ચીખલી ગામે શિક્ષણનો નવો સૂર્ય ઉદય પામ્યો રાજ્યના શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજાના વરદહસ્તે રૂ. 2.16 કરોડના માતબર ખર્ચે નવનિર્મિત અત્યાધુનિકમાધ્યમિક શાળા અને રૂ.1.36 લાખના ખર્ચે પ્રાથમિક શાળાના ત્રણ સુસજ્જ વર્ગખંડોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.
આ ઐતિહાસિક અવસરે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા શિક્ષણમંત્રી ડો.પ્રદ્યુમનભાઈ વાજાએ સ્પષ્ટ પણે જણાવ્યું કે,રાજ્યમાં ગુણવત્તાસભર શિક્ષણ માટે માત્ર પુસ્તકો જ નહીં, પાયાનીસુવિધાઓ પણ સુદ્રઢ કરાવવામાં આવી રહીછે.છેવાડાના ગામમાંપણ શહેર સમકક્ષ શૈક્ષણિકમાળખાકિય સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની સરકાર કટિબદ્ધ છે.
તેમણે ઉમેર્યું કે,કોઈપણરાષ્ટ્રનું નિર્માણ વર્ગખંડમાંથી થાયછે.શિક્ષણ એ એવું શક્તિશાળી માધ્યમ છે જે સામાજિક પરિવર્તન લાવવા સક્ષમ છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2003માં રોપેલું શાળા પ્રવેશોત્સવ’નું બીજ આજે વટવૃક્ષ બની ચૂક્યું છે. આવનારા દિવસોમાં ડ્રોપ આઉટ રેશિયોઘટાડવાનુંલક્ષ્ય નિર્ધારિત કરાયું છે.
ઉના ના ચીખલી ગામ ને મળી અત્યાધુનિક શૈક્ષણિક ભેટ રૂ. 2.16 કરોડના ખર્ચે તૈયાર થયેલી સરકારી માધ્યમિક શાળા આધુનિક સુવિધાઓથી સજ્જ છે. જેમાં 4 સુવિશાળ વર્ગખંડ,અત્યાધુનિક સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, પ્રિન્સિપલ ચેમ્બર અનેસ્વચ્છ ટોઈલેટ બ્લોકનો સમાવેશ થાય છે.આ ઉપરાંત રૂ. 1.36 લાખ ના ખર્ચે પ્રાથમિક વિભાગમાં ત્રણ નવાઓરડા, અલગ ટોઈલેટ બ્લોક અને મિડ ડે મીલ શેડનું નિર્માણ કરવામાં આવ્યું છે.
શિક્ષણમંત્રી એ ગીર સોમનાથ જિલ્લાના શૈક્ષણિક વિકાસની વિસ્તૃત રૂપરેખા આપતાં જણાવ્યું કે, જિલ્લા માં કેન્દ્રની 12 અને રાજ્યની 12 મળી કુલ 24 પીએમ શ્રી શાળાઓ કાર્યરત છે.જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત 2354 સ્માર્ટ ક્લાસરૂમ તૈયાર કરાયાછે.આ ઉપરાંત 32 નવા વર્ગખંડનું પ્રગતિકામ,162 વર્ગખંડ રિપેરિંગ, 7 કુમાર અને 8 ક્ધયા ટોઈલેટ, 115 મીડ ડે મીલ શેડ તેમજ 5 સરકારી માધ્યમિક અને 6 આર.એમ.એસ.એ શાળાઓ મંજૂર કરવામાં આવી છે.સ્કૂલ ઓફ એક્સલન્સ હેઠળ સ્માર્ટ ક્લાસ,લાઈબ્રેરી, કમ્પ્યુટર લેબ સહિતની સુવિધાઓથી શિક્ષણની ભૌતિક સુવિધા ઓ વિકસાવવામાં આવી રહી છે.બેટો બચાવો,બેટી પઢાવો’ના સૂત્રને સાર્થક કરવા ’નમો લક્ષ્મી’ અને નમો સરસ્વતી યોજના અમલીકૃત કરી છે,જેનો વિદ્યાર્થી ઓ લાભ લઈ રહ્યાં છે,એમ તેમણે ઉમેર્યું.
પ્રવેશોત્સવ’ દરમિયાન શિક્ષણમંત્રી એ નવા પ્રવેશ મેળવનાર નાના ભૂલકાંઓ સાથે સ્નેહભર્યો સંવાદ કર્યો અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી.આ અવસરે અજમાયશી સમયગાળો પૂર્ણ કરનાર શિક્ષકોને કાયમી નિમણૂકપત્ર એનાયત કરવામાં આવ્યાહતા.તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી બિરદાવવામાં આવ્યા હતા.સામાજિક જાગૃતિ ના ભાગરૂપે ઉપસ્થિત સૌને ટ્રાફિકનિયમોના સામૂહિક શપથ લેવડાવી વિદ્યાર્થીઓને જીવનમાં શિસ્તનીપ્રેરણા આપવામાં આવી હતી.
ગ્રામીણ વિસ્તારની સમસ્યાઓને હલકરી વિકાસના પથ પર અગ્રેસર થવાનું આ એક અલૌકિક ઉદાહરણ છે.જ્યાં એક સમયે પાયાની સુવિધાઓનો અભાવ હતો, ત્યાં આજે ટેક્નોલોજીસભરસ્માર્ટ ક્લાસ અને સાયન્સ લેબ ઊભી થઈ છે.શિક્ષણની આ જ્યોત ગ્રામીણ ભારતના ભવિષ્યને ઝળહળતું બનાવશે અને વિકાસના નવા સોપાન સર કરાવશે, એ નિશ્ચિત છે.