Jai Hind

તાલાલાના આંકોલવાડી (ગીર) ગામે અકસ્માત નિવારવા બેરીકેડ લગાવાયા

દાતા રાજેશભાઈ પાનેલીયાની લોકહિત પહેલને ગ્રામજનોએ બિરદાવી

તાલાલા તાલુકાનાં આંકોલવાડી ગીર ગામના ચાર ચોકમાં વારંવાર બનતા અકસ્માતોના બનાવો નિવારવા,બેફામ દોડતા વાહનો ઉપર ગતિ નિયંત્રણ લાવવા દાતાશ્રી રાજેશભાઈ પાનેલીયા એ સ્વખર્ચે બેરીકેડ બનાવી આંકોલવાડી ગીર પોલીસને અર્પણ કર્યા… આંકોલવાડી ગીર ગામના ચાર ચોક વિસ્તારમાં આખો દિવસ ભારે ટ્રાફિક રહે છે તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોની પણ અવિરત અવરજવર રહેતી હોય ચાર ચોક વિસ્તાર આખો દિવસ ધમધમતો રહે છે…ચાર ચોક વિસ્તારમાંથી પસાર થતા વાહનો બેફામ દોડતા હોય અને ભારે ટ્રાફિકને કારણે વારંવાર અકસ્માતના બનાવો બને છે જે લોકો માટે જોખમી હોય બેફામ દોડતા વાહનો ઉપર ગતિ નિયંત્રણ લાવી… રાહદારીઓની સુરક્ષા માટે બેરીકેડ મુકવા જરૂરી હતાં… આંકોલવાડી ગામે યોજાયેલ એક કાર્યક્રમમાં તાલાલા પી.આઈ વિપુલભાઈ ગાગીયા ની ઉપસ્થિતિમાં આંકોલવાડી પોલીસ સ્ટાફને દાતાશ્રી રાજેશભાઈ પાનેલીયા એ જરૂરિયાત પ્રમાણે બેરીકેડ અર્પણ કર્યા હતાં.આ પ્રસંગે માર્ગ સલામતી માટે ટ્રાફિક નિયમોનું પાલન કરવા પોલીસ પરિવારે લોકોને અનુરોધ કર્યો હતો.લોકહિત કાર્યના દાતાની પોલીસે તથા ગ્રામજનોએ પ્રસંશા કરી હતી.આ કાર્યક્રમમાં ગામના અગ્રણી ડો.ગોપાલભાઈ હડિયા,દાસભાઈ વઘાસિયા, રમેશભાઈ હડિયા, જેઠાભાઈ સોલંકી, સુતરીયાભાઈ , ચોથાણીભાઈ, ભોવાનભાઈ જાવધ્રા સહિત અગ્રણીઓ,ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.