Jai Hind

ભાણવડમાં જાહેરમાં જૂગાર રમતા પાંચ શકુની ઝડપાયા

પોલીસે રૂ. 19,180નો મુદામાલ કબ્જે કર્યો

ભાણવડમાં પોલીસે જાહેરમાં ગંજીપતા વડે રોન પોલીસનો જુગાર રમતા પાંચ જેટલા શકુનીઓને ઝડપી લીધા છે, પોલીસે સ્થળ પરથી રૂ. 19,180 ની રોકડ મતા કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ રેન્જ આઈ.જી.પી ર્નિલીપ્ત રાયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુગાર જેવી પ્રવૃતિ સામે કડક હાથે કામ લેવા જીલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા, અને ડી.વાય.એસ.પી. મીત રૂધ્લાલને આદેશ આપ્યા હતા ત્યારે આદેશ અનુસાર ભાણવડ પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન શહેરની ઘેલાણી શેરીમાં કેટલાંક શખ્સો ભેગા મળી જુગારનો અખાડો ચલાવતાં હોવાની બાતમી મળતા પોલીસ ટીમ પહોંચી હતી. જૂગારના દરોડામાં જૂગાર રમતા પ્રતિપાલસિંહ જોરૂભા જાડેજા, રે. ભાણવડ,મામંદ સુલેમાન કોરડીયા રે. ભાણવડ ઘેલા મેધા વિઝુંડા, રે. ભાણવડ જેશા આણંદ કારેણા, રે. ભેનેક્વડ, અજીત ઓસમાણ સમા, રે. વિજયપૂર વારાને ઝડપી લઈ પોલીસે ગંજીપતો તેમજ રોકડ રૂ. 19,180 ની મતા કબ્જે કરી હતી.
કાર્યવાહીમાં ભાણવડના પી.આઈ. વી.કે કોઠીયા, જયપાલસિંહ જાડેજા, યોગરાજસિંહ ઝાલા, જીતુભાઈ જામ, કીશોરસિંહ જાડેજા, નારણભાઈ બેલા, દીવ્યરાજસિંહ જાડેજા રોકાયા હતા.