વિદ્યાર્થીઓ પાસે પાણીના ટાંકાની સફાઈ કરાવાઈ હોવાની આશંકા: આચાર્યનો લૂલો બચાવ
ઉના તાલુકા ના સનખડા ગામ માં આવેલ ગ્રામ પંચાયત સંચાલિત એમ.જી.દામાણી હાઈ સ્કૂલ નું થોડા મહિના પહેલા દાતા ઓના સહયોગ થી કરવામાં આવેલ અને આ હાઈ સ્કૂલ માં સનખડા સહિત આજુબાજુ ના 5 થી વધુ ગામો ના વિધાર્થીઓ અભ્યાસ કરવા આવતા હોય છે જે તેમના માટે આશીર્વાદ સમાન છે આ હાઈ સ્કૂલ ના આચાર્ય અને પટ્ટાવાળા ની ગંભીર બેદરકારી સામે આવી હોય તેમ શાળા માં અભ્યાસ કરતા વિધાર્થીઓ આ બે માળ ની શાળા ની ઉપર આવેલ અગાસી ના ઉપરના ભાગે મૂકવામાં આવેલ પાણી ના ટાંકે પહોંચી ગયા હતા હવે આ વિધાર્થી ઓ પાણી નો ટાંકો સાફ કરવા ગયા હતા કે અન્ય કોઈ કારણ એ તો તપાસ નો વિષય છે પરંતુ ટાંકા સુધી પહોંચેલા વિધાર્થી ઓ રાડા રાડ કરતા હોય શાળા ની તદન નજીક રહતા સનખડા ગામ ના યુવા આગેવાન ગંભીરસિંહ ગોહિલ વિધાર્થી ઓનો અવાજ સાંભળી ઘર ની બહાર આવ્યા અને જોયું તો 10 થી વધુ વિધાર્થીઓ 40 ફુટ થી વધુ ની ઊંચાઈ પર આવેલ પાણી ના ટાંકા પાસે બેસેલ હતા અને મસ્તી કરતા હતા અને આ અંગે શાળા ના આચાર્ય ને જાણ કરતા વિધાર્થીઓને બોલાવી લીધા હતા આ ગંભીર પ્રકાર નું ભૂલ કોની સમજવી તે સવાલ સામે આવી ને ઊભો હતો આ અંગે શાળા ના આચાર્ય જીતુભાઈ ગોહિલ સાથે ટેલિફોનીક વાત કરતા તેમણે જણાવેલ કે શાળા ના પટ્ટાવાળા વિક્રમભાઈ પાણી ના ટાંકો સાફ કરવા ગયેલ એ સમયે બે વિધાર્થી ને સાથે જોવા લઈ ગયેલ કે વાલ ખોલું અને પાણી આવે તો કહેજો તેમ કહી પટ્ટાવાળા નીચે આવ્યા એટલીવાર માં 11 માં ધોરણ ના વિધાર્થીઓ ટાંકા પાસે ઉપર પોહચી ગયા અને ગંભીરસિંહ ગોહિલે મને જાણ કરી એટલે તરતજ વિધાર્થીઓને નીચે બોલાવી લીધેલ હતા હવે એ મેટર પતી ગઈ છે અને અગાસી ના દરવાજા પર તાળા પણ મારી દીધા છે ત્યારે સવાલ એ થાય છે કે વિધાર્થી ઓ અગાસી પર પાણી ના ટાંકા પાસે ગયા અથવા તો લઈ જવામાં આવ્યા એ વખતે રિશેષ પણ હતી નહીં વિધાર્થી ઓનો અભ્યાસ ક્રમ ના સમય દરમ્યાન પાણી ના ટાંકા પાસે ગયેલ ત્યારે આ ગંભીર બેદરકારી માં કોઈ અઘટિત ઘટના બને તો જવાબદાર કોણ તેવા અનેક સવાલ ઉઠવા પામેલ છે ત્યારે આચાર્ય પણ પોતાનો લૂલો બચાવ કરી રહ્યા હતા કે વિધાર્થીઓ એમની રીતે ગયેલા આચાર્ય અને અન્ય સ્ટાફ શાળા ના અભ્યાસ ક્રમ ના સમયે વિધાર્થીઓ વર્ગખંડ માંથી બહાર જાય અને કોઈ ને ખ્યાલ પણ ના હોય એ બેદરકારી માટે જવાબદાર કોણ?