સલાયામાં એકી સાથે બે મહીલાના ઘરને તસ્કરોએ નિશાન બનાવીને રૂા.58640ના મુદામાલની ચોરી કર્યાની પોલીસ ચોપડે ફરીયાદ નોંધાઇ છે.
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે ડી.વી. નગર વિસ્તારમાં રહેતા જુલેખાબેન અને અલી અસગરભાઈ ચબા નામના 30 વર્ષના મુસ્લિમ માર્કેટ મહિલાના ઘરમાં શુક્રવારે રાત્રિના સમયે તસ્કરોએ પ્રવેશ કરી, તેમના ઘરના કબાટનું તાળું તોડી નાખ્યું હતું. આ પછી આ કબાટમાં રાખવામાં આવેલા સોના ચાંદીના રૂ. 37,880 ની કિંમતના વિવિધ દાગીના તેમજ રૂ. 60 ની રોકડ રકમ સહિત કુલ રૂપિયા 37,940 ના મુદ્દામાલની ચોરી કરીને લઈ ગયા હોવાનો બનાવ સલાયા મરીન પોલીસ મથકમાં નોંધાવવામાં આવ્યો છે.
અન્ય એક બનાવમાં આ જ વિસ્તારમાં રહેતા સમીરાબેન સદામભાઈ દાઉદભાઈ ચબા નામના 26 વર્ષના મુસ્લિમ વાઘેર મહિલાના ઘરમાંથી પણ આ જ સમયે કોઈ તસ્કરોએ અનધિકૃત રીતે પ્રવેશ કરી અને કબાટમાં રાખવામાં આવેલા રૂપિયા 20,700 ની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા રૂપિયા 1,500 ની રોકડ મળી, કુલ રૂપિયા 22,200 નો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયા હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. જેને અનુલક્ષીને પોલીસે ધોરણસર ગુનો નોંધી, તસ્કરોને ઝડપી લેવામાં માટેના ચક્રો ગતિમાન કર્યા છે.