Jai Hind

સાવરકુંડલામાં ગટરલાઇનના કામ દરમિયાન ગુજરાત ગેસની મેઇન લાઇન તુટતા અફડાતફડી

જીયુડીસીની બેદરકારી સામે લોકોમાં રોષ: સુરક્ષા નિયમોનું કડક પાલન કરવા માંગણી

શહેરના જનતા બાગ નજીક ૠઞઉઈ દ્વારા ચાલી રહેલા ગટર લાઇનના કામ દરમિયાન ગંભીર બેદરકારી સામે આવી છે. જેસીબી દ્વારા ખોદકામ દરમિયાન ગુજરાત ગેસની મેઈન ગેસ પાઈપલાઈન તૂટી જતાં મોટા અવાજ સાથે ગેસનું જોરદાર લીકેજ શરૂ થયું હતું. ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો અને સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ હતી.
સ્થાનિકોના જણાવ્યા મુજબ કામગીરી દરમિયાન જરૂરી સુરક્ષા નિયમો અને તકેદારીના તમામ માપદંડોની અવગણના કરવામાં આવી હતી. ગેસ લાઇનની યોગ્ય માહિતી અને નિશાની હોવા છતાં બેદરકારીપૂર્વક ખોદકામ કરવામાં આવતા આ ગંભીર ઘટના બની હોવાનું લોકોનું કહેવું છે.
ગેસ લીકેજની જાણ થતાં સંબંધિત વિભાગના અધિકારીઓ અને ગુજરાત ગેસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ગેસ સપ્લાય બંધ કરી લીકેજને નિયંત્રણમાં લેવા કામગીરી હાથ ધરી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ નથી, પરંતુ જો ગેસને કારણે આગ ભભૂકી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી.
આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો સવાલ છે કે જો કોઈ મોટી જાનહાનિ થઈ હોત તો તેની જવાબદારી કોણ લેત? જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે સુરક્ષાના નિયમોનું કડક પાલન કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
આ સમગ્ર ઘટના ૠઞઉઈની કામગીરીમાં સુરક્ષા વ્યવસ્થાની ગંભીર ખામી તરફ ઈશારો કરે છે અને જાહેર સલામતીને લઈને અનેક પ્રશ્નો ઉભા કરે છે.