Jai Hind

મોરબી બાદ હવે ગોંડલના મોવિયામાં ખેડૂતોનો વિરોધ

કોઈપણ પક્ષના નેતાઓને છાવણીમાં નહીં આવવા બોર્ડ મુકાયા

હેવી વીજપોલ અને વળતર મૂદ્ે ખેડૂતોના પ્રતિક ઉપવાસ

મોરબીનાં જેતપર માં ચાલી રહેલાં ખેડૂત આંદોલન નો વાયરો ગોંડલ સુધી પંહોચ્યો છે.ગોંડલ નાં મોવીયા ગામે કિશાન સંઘર્ષ સમિતી દ્વારા વિજપોલ તથા વિજલાઇન થી નારાજ ખેડૂતોએ પોતાની માંગ દોહરાવી રજુઆત કરવા પ્રતિક ઉપવાસ આંદોલન શરુ કર્યુ છે.આંદોલન માં મોવીયા ઉપરાંત આ આજુબાજુ નાં ગામડા નાં ખેડુતો અને મહીલાઓ મોટી સંખ્યા માં જોડાયા છે. પ્રાપ્ત વિગત મુજબ કાલાવડ થી ઘેલાસોમનાથ સુધી 400 કેવી.અને 765 કેવી.ની ડબલ સર્કીટ લાઇન માટે હેવી ટ્રાન્સમિશન ટાવર ખેતરો માં ઉભા કરાતા હોય ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે.કોઇ પણ નોટીસ વગર કે કોઇ પણ વળતર આપ્યા વગર વિજ કંપની મનમાની કરી ખેડૂતો ની જમીન નાં વિઘા ઓછા કરી રહ્યા નુ ખેડુતો એ જણાવ્યું હતું. ઉપવાસી છાવણી માં બેઠેલા ગીતાબેન ખાખરીયા એ જણાવ્યુ કે કોઈ ને પાંચ વીઘા કે દશ વીઘા જેટલી ખેતજમીન હોય તેમાથી વિજ લાઇન નીકળવીની હોય તો ખેડુતો એ કરવાનું શું ?સરકાર ને શરમ આવવી જોઈએ, વિચારી ને વળતર આપવું જોઈએ. પ્રવિણભાઈ ખાખરીયા એ કહ્યુ કે આ વિજલાઇન કાલાવડ થી શાપર જવાની હતી.પણ શાપર નાં ઉદ્યોગપતિઓ ને સાંચવવાં શાપર ને બદલે ગોંડલ વિસ્તાર માંથી પસાર કરાઇ છે.આ સરકારી લાઇન છે.તેવું ખેડૂતોને ફોસલાવી કામગીરી શરુ કરી દેવાઇ છે. જો આગામી સમય માં ખેડુતોને પુરુ વળતર નહી અપાય તો મહાસંમેલન બોલાવી વિજપોલ કાપી નખાશે.જગત નાં તાત ને થતો અન્યાય સહન નહી કરાય. રાજુભાઇ સખીયાએ કહ્યુ કે ગુજરાત ટ્રાન્સમિશન એનર્જી કોર્પોરેશન દ્વારા આ કામગીરી કરાય છે.જેનાં ખેતર માંથી વિજપોલ તથા વિજલાઇન પસાર થાય તે તે ખેડૂત ને વળતર ની કોઇ સ્પષ્ટતા કરાઇ નથી.કોર્પોરેશન દ્વારા સર્વે માં પણ ભુલ કરાઇ છે.આમ ખેડૂતોની મહામુલી જમીનો પડાવી લેવાની સાઝીસ છે.તેવું જણાવ્યું હતું.ઉપવાસી આગામી દિવસો માં ઉપવાસ આંદોલન વધુ ઉગ્ર બનશે તેવુ ખેડુતો એ જણાવ્યું છે. આંદોલન બિન રાજકીય હોય ઉપવાસી છાવણી માં રાજકીય પદ ધરાવતા કોઇ પણ પાર્ટી નાં વ્યક્તિ એ આવવું નહી તેવું બોર્ડ મારી દેવાયું છે.

જેટકોના અધિકારીની સ્પષ્ટતા- ‘આ જનહિતનું કામ છે, કોઈ ઉદ્યોગપતિ માટે નહીં’
ગોંડલ : ખેડૂતોના આ આંદોલન અને વિરોધ પ્રદર્શન અંગે જેટકો (ૠઊઝઈઘ)ના અધિકારી આર. વી. શુક્લાએ સત્તાવાર સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટને લઈને ખોટી ભ્રમણાઓ ફેલાવવામાં આવી રહી છે, પરંતુ વાસ્તવિકતા અલગ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત કુલ 147 કિલોમીટર લાંબી 400 ઊંટની હેવી વીજલાઇન નાખવામાં આવી રહી છે. શુક્લાએ સ્પષ્ટ કર્યું હતું કે, આ સંપૂર્ણપણે સરકારી લાઇન છે અને તેમાં કોઈ ખાનગી એજન્સી કે કંપનીનો સ્વાર્થ નથી. સૌરાષ્ટ્ર વિસ્તારમાં અવારનવાર સર્જાતી વીજ કટોકટી અને પાવર ફ્લકચ્યુએશન જેવી ઘટનાઓને પહોંચી વળવા માટે આ લાઇન અનિવાર્ય છે. “આ કામ કોઈ ઉદ્યોગપતિ કે ખાનગી વ્યક્તિને ફાયદો કરાવવા માટે થઈ રહ્યું નથી, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રની જનતાના હિત માટે અને વીજ પુરવઠો સુદ્રઢ કરવા માટે સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું હોવાનું આર. વી. શુક્લા એ જણાવ્ય હતું.