અમરેલી જિલ્લામાં સિંહોની સાથે સાથે દીપડાથી પણ ગ્રામ્ય વિસ્તારમાં દહેશતનો માહોલ ઉભો થયો છે જે રીતે સિંહો હુમલો અને હુમલાના પ્રયાસ કરી રહ્યા છે એવી જ રીતે દીપડાના હુમલાના પ્રયાસ કરી રહ્યા છે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ધોળાદ્રી ગામમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામમાં દીપડાએ મોડી રાત્રે એક શ્વાનનો શિકાર કર્યો હતો, અને સમગ્ર ઘટના નજીકમાં લાગેલા ઈઈઝટ કેમેરામાં કેદ થઈ ગઈ છે ઈઈઝટ ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળે છે કે, દીપડો અચાનક રહેણાંક વિસ્તાર તરફ આવી પહોંચે છે. ગણતરીની સેક્ધડોમાં જ તે શ્વાનને દબોચી લે છે અને પળવારમાં શિકાર સાથે ત્યાંથી ફરાર થઈ જાય છે. આ દરમિયાન આસપાસ રહેલા અન્ય શ્વાનો ભસવા લાગે છે, પરંતુ દીપડો કોઈ ડર વિના શિકાર લઈને જતો રહે છે.
આ સમગ્ર ઘટનાના ઈઈઝટ ફૂટેજ હાલ સોશિયલ મીડિયામા વાયરલ થઈ રહ્યા છે. ગામમાં દીપડાની અવરજવરનો આ વીડિયો સામે આવતા સ્થાનિકોમા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે લોકોમા ચિંતા વધી છે અને બાળકો અને પશુપાલકોની સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે.
છેલ્લા કેટલાક સમયથી જંગલી પ્રાણીઓ ગામની સીમ સુધી પહોંચી રહ્યા છે. સિંહોની અવરજવર બાદ હવે દીપડાની હાજરી પણ નોંધાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. લોકો દ્વારા વન વિભાગને યોગ્ય કાર્યવાહી કરવા અને પેટ્રોલિંગ વધારવાની માંગ કરવામાં આવી રહી છે વનવિભાગ દ્વારા ઘટનાની ગંભીરતાથી લેવામા આવે તેવી માંગ ઉઠી છે.હાલ તો ધોળાદ્રી ગામના આ લાઈવ ઈઈઝટ ફૂટેજે એકવાર ફરી સાબિત કરી દીધું છે કે જંગલી પ્રાણીઓ હવે માનવ વસાહતોની નજીક સુધી પહોંચી રહ્યા છે. આવી સ્થિતિમાં ગ્રામજનોએ ખાસ કરીને રાત્રિના સમયે સાવચેતી રાખવી, નાના બાળકોને એકલા બહાર ન મોકલવા અને પશુઓને સુરક્ષિત જગ્યાએ બાંધવાની જરૂર છે.