Jai Hind

સ્ત્રી સશક્તિકરણની વાતો કાગળ પર કુંકાવાવ તા.પં.ના મહિલા પ્રમુખની જગ્યાએ શાળા પ્રવેશોત્સવમાં પતિદેવની હાજરી


ઘરકામમાં વ્યસ્ત મહિલા પ્રમુખ પોતાના તોરી ગામના પ્રવેશોત્સવમાં પણ ન પહોંચી શક્યા

વડિયા કુંકાવાવ તાલુકાના નવ નિયુક્ત મહિલા પ્રમુખ સોનલબેન પાનસુરીયા બન્યા છે. સ્ત્રી ને પુરુષ સમોવડી બનાવવા સાથે સ્ત્રી સશક્તિકરણની વાતો કરતી આ સરકારના રાજમાં મહિલા પ્રમુખો ફક્ત ઘરકામ કરવા જ મજબુર હોય તેમ પતિદેવો ચૂંટાયેલા સભ્યો અને પ્રમુખ પદ નો કાર્યભાળ સંભાળતા જોવા મળી રહ્યા છે. સમગ્ર રાજ્યની શાળાઓમાં પ્રવેશઉત્સવ ત્રણ દીવસ ચાલ્યો ત્યારે વડિયા કુંકાવાવ તાલુકામાં વડિયા,રામપુર, તોરી, નાજાપુર સહિતના ગામોના શાળા પ્રવેશ ઉત્સવમાં તાલુકા પંચાયતના નવ નિયુક્ત મહિલા પ્રમુખ સોનલબેન પાનસુરીયા મુખ્ય મહેમાન હતા પરંતુ તમામ કાર્યક્રમ માં ડાયસ પર તેમનું સ્થાન તેમના પતિદેવ યોગેશ પાનસુરીયા એ શોભાવ્યું. નવાઈની વાત તો એ હતી કે મહિલા પ્રમુખને પોતાના ગામ તોરી રામપુરના પ્રવેશ ઉત્સવના કાર્યક્રમ આવવાનો સમય પણ ઘરકામમાંથી મળ્યો નહિ અને જિલ્લા પોલીસ વડાની બાજુમાં સ્ટેજ પર પ્રમુખના પતિદેવે સ્થાન શોભાવ્યું અને બાળકોની સામે ભાષણ પણ આપ્યું.જિલ્લા લેવલના અધિકારીઓની સાથે પણ મહિલા પ્રમુખના સ્થાને પતિદેવો તમામ કાર્યક્રમ કે કાર્ય કરતા હોય તો મહિલાઓના સામાજિક દરજ્જા માં કોઈ સુધારો થાય તે શક્ય નથી. મહિલાઓ પુરુષ સમોવડી ક્યારે બનશે ? અ આ સમગ્ર ઘટના જોવા હવે તાલુકા પંચાયતના પ્રમુખની ખુરશી માં પણ શું આ મહીલા પ્રમુખની જગ્યાએ તેના પતિદેવ જ શાસન ચલાવશે કે પછી ત્યાં તાલુકા જિલ્લાના અધિકારીઓ પતિદેવઓનું શાસન મિટાવી ને મહિલાઓને ન્યાયા અપાવવા આગળ આવશે તે આવનારા સમય માં જ ખબર પડશે.