Jai Hind

ઉપલેટા સેવા સહકારી મંડળીની 53મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન

ઉપલેટા સેવા સહકારી મંડળીની 53 મી વાર્ષિક સાધારણ સભા લેવા પટેલ સમાજ ખાતે પ્રમુખ હરિભાઈ ઠુંમર ભોલે ના પ્રમુખ સ્થાને મળી હતી જેમાં વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવેલ ચાલુ વર્ષે મંડળી એ દસ લાખ રૂપિયા નો નફો કરતા પ્રમુખ હરિભાઈ સભાસદોને 8% અને ધિરાણ લેતા ખેડૂતોને ભેટ આપવાની જાહેરાત કરી હતી આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સોજીત્રા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા જિલ્લા બેંકના ડિરેક્ટર નરસીભાઇ મૂગલપરા સહકારી સંઘના પ્રમુખ ગોપાલભાઈ સખીયા ડી. બી. રામાણી નરેશભાઈ લક્કડ કે. ડી. ગજેરા વલ્લભભાઈ સોજીત્રા શાંતિલાલ ગજેરા કિશનભાઇ વસોયા દીપકભાઈ ઠેસીયા વલ્લભભાઈ મુરાણી બટુકભાઈ મુરાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન આરડીસી બેંકના જોનલ મેનેજર ભાવેશભાઈ પાદરીયા એ કર્યુ હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે મંડળીના મંત્રી નરોતમભાઈ ગજેરા ના માર્ગદર્શન નીચે વિશાલભાઈ મુરાણી તથા દિનેશભાઈ સાવલિયા એ ભારે જહેમત ઉઠાવી હતી.