પથી અડધો ઈંચ વરસાદ નોંધાયો
રાજુલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે કડાકા-ભડાકા સાથે ધીમીધારે વરસાદ પડ્યો હતો. શહેરમાં પા થી અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
વરસાદ શરૂ થતાંની સાથે જ શહેરમાં વીજળી ડુલ થવા લાગી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ આજે માત્ર એક કલાકમાં ચાર વખત વીજળી ગઈ હતી. આ કારણે વારંવાર વીજળી આવન-જાવન થવાથી લોકોના પંખા અને એલઈડી લેમ્પ સહિતના ઇલેક્ટ્રોનિક ઉપકરણોને નુકસાન થવાની ભીતિ સેવાઈ હતી.
જોકે, પીજીવીસીએલના અધિકારીઓની તાત્કાલિક કામગીરીના કારણે મુખ્ય ફોલ્ટ અડધા કલાકમાં દૂર કરી વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો હતો.આ વરસાદથી શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જે ખેડૂતોએ અગાઉથી વાવણી કરી હતી તેમને આ વરસાદથી ફાયદો થશે. રાજુલાની આસપાસના ગામડાઓમાં પણ વરસાદથી પાકને રાહત મળશે. જોકે, તાલુકાના દૂરના ગામોમાં હજુ વરસાદના કોઈ વાવડ નથી. બીજી તરફ, જાફરાબાદ તાલુકામાં હજુ પણ તડકો જોવા મળી રહ્યો છે. વરસાદ ન પડવાના કારણે જે ખેડૂતોએ એડવાન્સ વાવણી કરી હતી તેમનું બિયારણ સંપૂર્ણ રીતે ઉગશે નહીં અને કેટલીક જગ્યાએ ફરીવાર વાવણી કરવાની નોબત આવશે.