નશાખોરે તબીબ સાથે ઝપાઝપી કરતા પોલીસ બોલાવવી પડી: પોલીસે કાર્યવાહી હાથ ધરી
ઉના સરકારી હોસ્પિટલ માં રવિવાર ના રાત્રી ના સમયે એક નશો કરી ને ઇજા ગ્રસ્ત હાલત માં આવેલ યુવાને ફરજ પર ના તબીબને મહિલા સ્ટાફ તેમજ અન્ય દર્દી ઓનીની હાજરી માં બિભસ્ત ગાળો આપી તબીબ સાથે ઝપાઝપી કે માહોલ ગરમાયો હતો આ અંગે ની પ્રાપ્ત વિગત મુજબ ઉના સરકારી હોસ્પિટલ માં ફરજ બજાવતા તબીબ કિશનસિંહ પરમાર પોતાની ફરજ પર હતા એ વખતે રાજેન્દ્ર રસિકભાઈ સોલંકી તેમજ વિપુલ નામનો યુવાન હોસ્પિટલે સારવાર અર્થે આવેલ જેમાં રાજેન્દ્ર નશા ની હાલત માં આવેલ હતો અને તેમને માથા ના ભાગ માં સામાન્ય ઇજા પોહચી હોય અને હોસ્પિટલે આવતા જમીન પર બેસી ને તબીબ પર રોફ જમવા લાગેલ હતો અને ઇજાગ્રસ્ત યુવાને પોલીસ માં ફરિયાદ કરવાનું કહેતા તબીબે જણાવેલ કે પહેલા અમે સારવાર કરી લઇએ પછી પોલીસ ને જાણ કરશું અમારી પહેલી જવાબદારી સારવાર ની હોય તબીબે એવુ જણાવતા રાજેન્દ્ર ઉશ્કેરાઈ ગયેલ અને તબીબ ને જાહેર માં ગાળો ભાંડવાનું શરૂ કરેલ અને બાદમાં તબીબ સાથે હાથાપાય કરવા લાગેલ હતો અને બનાવ ની જાણ ઉના પોલીસ ને કરતા ડી.સ્ટાફ પોલીસ નો કાફલો પણ હોસ્પિટલ પર આવી પહોંચેલ અને પોલીસ ની હાજરી માં પણ યુવાન તબીબ ને ગાળો ભાંડતો રહ્યો હતો અને બાદ માં લાંબી સમજાવટ બાદ રાજેન્દ્ર સારવાર આપવામાં આવેલ અને તેમના લોહી ના નમૂના પણ લેવામાં આવેલ હોસ્પિટલ માં જાહેરમાં બખેડો થતા તબીબો ની સુરક્ષા સામે પણ અનેક સવાલ ઉભા થવા પામેલ આ બનાવ અંગે તબીબ કિશનસિંહ પરમારે ઉના પોલીસ માં રાજેન્દ્ર સોલંકી તેમજ તેમના મિત્ર વિપુલ પર ભારતીય ન્યાય સંહિતા ની કલમ 132,352,351(3) તેમજ 54 મુજબ પોતાની ફરજ માં રુકાવટ અંગે ની ફરિયાદ નોંધવામાં આવેલ તેમજ આરોપી દારૂ ના નશા માં હોય પોલીસે પણ ફરિયાદ નોંધી હતી હાલ આ બનાવ ની પોલીસ ડેરા તપાસ હાથ ધરવામાં આવેલ છે.