Jai Hind

કેશોદ એરપોર્ટથી શરૂ થઈ નવી હવાઈ યાત્રા: દિવને બદલે પોરબંદર કનેકટીવીટી આપી

કેશોદ એરપોર્ટ શરૂ થયા પછી સમયાંતરે કાંઈકને કાંઈક ફેરફારો થયા કરે છે, જેને કારણે મુસાફરોની સંખ્યામાં વધારો ઘટાડો થયા કરે છે. તે સાથે દીવની કનેકટીવીટી બદલી પોરબંદર કનેકટીવીટી આપવામાં આવી છે. એ કેશોદ પંથકની રાજકીય નબળાઈ દર્શાવે છે. અને મુસાફરોમા ઘટાડો થશે અને વિમાની સેવા ઝુટવાઈ પણ જાય તો નવાઈ નહિ લાગે તેમ પ્રબુદ્ધ લોકો અને મુસાફરો જણાવી રહ્યા છે.
કેશોદ ખાતે અઠવાડિયામાં બે વખત મુંબઈ – દીવ – કેશોદ – અમદાવાદ આવન – જવાન રૂટ પર ચાલતી હવાઈ યાત્રા બંધ કરી, દીવને બદલે પોરબંદર કનેકટીવીટી આપી નવો રૂટ શરૂ કરવામાં આવ્યો છે. હવેથી દર ગુરુવારે અને શનિવારે સવારે 7-05 કલાકે મુંબઈથી ઉપડી 8-40 કલાકે પોરબંદર, 9-35 કલાકે કેશોદ, 10-55 કલાકે અમદાવાદ, તથા અમદાવાદથી 11-20 કલાકે ઉપડી 12-15 કલાકે કેશોદ, 13-10 કલાકે પોરબંદર અને 15-10 મુંબઈ પહોચશે. જ્યારે કેશોદ અમદાવાદ વચ્ચે દર મંગળવારે કેશોદ અમદાવાદ વચ્ચે હવાઈ યાત્રા મુજબ બપોરે 3-10 કલાકે અમદાવાદથી ઉપડી કેશોદ 4-00 કલાકે આવી પરત કેશોદથી 4-25 ઉપડી અમદાવાદ 5-20 કલાકે પહોચશે.
કેશોદ આસપાસના પ્રવાસન સ્થળો એ પ્રવાસીઓને હવાઈ માર્ગે આવવા માટે ઉડાન યોજના હેઠળ શરૂ કરવામાં આવેલ વિમાની સેવા જળવાઈ રહે તે જરૂરી છે પરંતુ રાજકીય દખલગીરીને કારણે દીવની કનેકટીવીટી બદલી પોરબંદર કનેકટીવીટી આપવામાં આવી છે. એ કેશોદ પંથકની રાજકીય નબળાઈ દર્શાવે છે.