જાફરાબાદ તાલુકાના બાબરકોટ આરોગ્ય કેન્દ્ર માં 95 વ્યક્તિઓ એ ડિજિટલ એક્સ રે દ્વારા ટીબી નિદાન કરાયું કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સમગ્ર દેશમાં 100 દિવસની સધન ટીબી નિર્મૂલન ઝુંબેશ ટીબી મુક્ત ભારત શરૂ કરવામાં આવ્યુ છે.
આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય ટીબીના (ક્ષયરોગ) શંકાસ્પદ કેસોનું વહેલું નિદાન સમયસર સારવાર અને ટીબી ના કારણે થતા મૃત્યુદર ને ઘટાડવા નો છે. આ ઝુંબેશ હેઠળ મફત તપાસ નિદાન કરાયા રાષ્ટ્રીય ટીબી નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ચાલી રહેલ 100 દિવસ ટીબી નિદાન ઝુંબેશ હેઠળ જાફરાબાદ તાલુકાના આરોગ્ય કેન્દ્ર ખાતે હેન્ડ હેલ્થ ડિજિટલ એક્સ રે મશીન દ્વારા વિશેષ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમ્યાન ટીબી ના શંકાસ્પદ દર્દીઓ તેમજ જોખમી લક્ષણો ધરાવતા લાભાર્થીઓના છાતીના ડિજિટલ એક્સ રે લેવામાં આવ્યા હતા.ત્યારબાદ તબીબી તપાસ કરીને જરૂરી નિદાન અને સારવાર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.આ કેમ્પ નો મુખ્ય હેતુ જાફરાબાદ સહિત આસપાસના બાબરકોટ, ભાકોદર, વઢેરા, વાઢ, લુણસાપુર, કાગવદરના ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને આધુનિક ટેકનોલોજી દ્વારા સ્થળ પર મફત અને ઝડપી નિદાન ની સુવિધા ઉપલબ્ધ કરાવવા નો હતો.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મુખ્ય જીલ્લા અધિકારી ડો.જોષી તેમજ જીલ્લા ક્ષય અધિકારી ડો.કુરેશી તેમજ તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો.મયુર ટાંકના માર્ગદર્શન હેઠળ કરવા આવ્યું આ કાર્યક્રમને સફળ બનાવવા સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝર સંદિપભાઇ જોષી દ્વારા જહેમત ઉઠાવી હતી.