Jai Hind

વેરાવળના ભીડીયામાંથી જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

રૂ.18 હજારનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી

વેરાવળના ભીડીયા વિસ્તારમાં તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમતા છ શખ્સોને રોકડા રૂા.18 હજારની સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા, પોલીસ અધીક્ષક જયદીપસિંહ જાડેજા, ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એ.જી.જાદવ એ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી ના ભાગરૂપે જુગાર, પ્રોહિબિશન ની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા સુચના આપતા પો.ઇન્સ. જે.એન.ગઢવી, ઇન્ચાર્જ એ.એસ.આઇ નટુભા ભાભલુભા બસીયા, અજીતસિંહ ગાંડાભાઇ પરમાર, નરવણસિંહ કાકુભા ગોહિલ, રણજીતસિંહ પરબતભાઈ ડોડીયા, પો.હે.કો. મયુભાઇ વિક્રમભાઈ સોલંકી, પો.કો. વિનયસિંહ ગીગાભાઇ મોરી, દીપકભાઇ બાબુભાઇ અખીયા સહીતના પેટ્રોલીંગ કરી રહેલી તે દરમિયાન મળેલી હકીકત ના આધારે દીપમાલા કંપની સામે ડુંગળી ના ડેલા ની પાસે જાહેરમાં ગંજીપતા થી હારજીતનો તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમતા (1) મહેશ પદમશીભાઇ કુહાડા ઉ.વ.34 રહે.ભાલકા વૃંદાવન સોસાયટી, (2) સની મહેશભાઇ કોટીયા રહે.ભીડીયા સાગરચોક પાસે, (3) પિન્ટુ તિલકભાઈ સોલંકી ઉ.વ.31 રહે.ભીડીયા સાગરચોક (4) અંકુશ કિશનભાઇ સોલંકી ઉ.વ.20 રહે.ભીડીયા સાગરચોક (5) મિતેશ મેઘજીભાઇ પાંજરી ઉ.વ.25 રહે.ભીડીયા સાગરચોક (6) રમેશ નાથાભાઇ મકવાણા ઉ.વ.34 રહે.આંબેડકરનગર ને રોકડા રૂા.18020 ની સાથે ઝડપી લઇ જુગારધારા કલમ-12 મુજબ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે.