Jai Hind

ચિતલ પાસે વિદેશી દારૂની હેરફેર કરતા બે શખ્સોને ઝડપતી પોલીસ


320 જેટલી દારૂની બોટલો, વાહન સહિત રૂ.2.64 લાખનો મુદ્દામાલ જપ્ત

અમરેલી જિલ્લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશનના વેચાણ, સંગ્રહ અને હેરફેરની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. સી.પી.વાઘેલાની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમી મળેલ કે, એક ફોર વ્હીલ વાહનમાં અલગ અલગ ચોર ખાનાઓ બનાવી ગેરકાયદેસર ભારતીય બનાવના વિદેશી દારૂની બોટલો ભરી બાબરાથી અમરેલી તરફ આવે છે, જે હકિકતના આધારે ચિતલ ગામે, રેલ્વે ફાટક પાસે વોચમાં રહી મધ્યપ્રદેશના વતની અને હાલ લીલીયા તાલુકાના પુંજા પાદર ગામની સીમમાં રહેતા નાનચા ગુમાનસીંગ બામનીયા તથા રમેશ દિતલીયાભાઇ બામનીયા નામના બે ઇસમોને 180 એમ.એલ.ની ગોવા બનાવટની બોટલો નંગ 320 કિમત રૂપિયા 54,720 તથા એક એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિંમત રૂપિયા 10,000 તથા એક ઇકો મોડલની ફોરવ્હીલ નંબર જી.જે.16. બી.કે.5282 કિંમત રૂપિયા 2,00,000 મળી કુલ રૂપિયા 2,64,720 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ, પકડાયેલ આરોપીઓ તથા સંડોવાયેલ આરોપી વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે. ઝડપાયેલ આરોપીઓ દ્વારા પોતાના વાહનમાં ડ્રાઇવર સીટ નીચે, સીટની અંદર, તથા કારની સીટ પાછળ અલગ અલગ ચોર ખાનાઓ બનાવી દારૂની હેરફેર કરતા રંગે હાથ ઝડપાયેલ છે.