તેરા તુજકો અપર્ણ કાર્યક્રમ અંતર્ગત કામગીરી
માળીયા(મી) પોલીસે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત ઈઊઈંછ પોર્ટલની મદદથી આશરે રૂ.2.10 લાખની કિંમતના 10 ખોવાયેલા મોબાઇલ ફોન શોધી કાઢી તેમના મૂળ માલિકોને પરત સોંપ્યા હતા.
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલના માર્ગદર્શન અને મોરબી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.એમ. આલના માર્ગદર્શન હેઠળ માળીયા(મી) પોલીસ દ્વારા પ્રજાકલ્યાણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં પીઆઇ આર.એસ. પટેલના નેતૃત્વમાં પોલીસ તેણે ખોવાયેલા અને ચોરાયેલા મોબાઇલ ફોન શોધવા માટે ઈઊઈંછ પોર્ટલનો ઉપયોગ કરી સતત ટેકનિકલ મોનિટરિંગ કર્યું હતું.આ કામગીરી દરમિયાન પોલીસે ઈઊઈંછ પોર્ટલ મારફતે ડેટા એન્ટ્રી અને ટેકનિકલ વર્કઆઉટ કરીને કુલ 10 મોબાઇલ ફોન કિ.રૂ.2,10,496/- શોધી કાઢ્યા હતા. ત્યારે તેરા તુઝકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આ મોબાઇલના મૂળ માલિકોને એક સાથે પોલીસ મથકે બોલાવી તેઓને તેમના મોબાઇલ અર્પણ કરવામાં આવ્યા હતા. આ કામગીરીથી પોલીસે સેવા, સુરક્ષા અને શાંતિના સૂત્રને સાર્થક કર્યું હતું.