Jai Hind

પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને બાબરા પોલીસે ઝડપ્યો

બાબરા પોલીસ સ્ટેશન પ્રોહી.કલમ 65(એ), 65(ઇ), 116(બી), 81,98(22) મુજબના ગુન્હામાં છેલ્લા આઠેક મહિનાથી નાસતો ફરતો આરોપી કુલદીપભાઇ ભાભલુભાઇ ખાચર (રહે.મોટા સયડા તા.જી.બોટાદ) વાળાને બાબરા પોલીસ ટીમ દ્વારા ટેક્નિકલ વર્કઆઉટ તથા હ્યુમન સોર્સ દ્વારા ચોક્કસ હકિકત મેળવી આરોપીને ટ્રેક કરી હ્યુમન તથા ટેકનિકલ સોર્સના આધારે પકડી પાડી તેમના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.