Jai Hind

ઉપલેટા સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગની બેદરકારી અંગે રજૂઆત

બાળ રોગ વિભાગ દ્વારા ખાનગી હોસ્પિટલો સાથે સાંઠગાંઠ કર્યાનો આક્ષેપ

ઉપલેટા સરકારી કોટેજ હોસ્પિટલના બાળરોગ વિભાગમાં ફરજ બજાવતા તબીબોની દર્દીઓ પ્રત્યેની અમાનવીય વર્તણૂક અને ગંભીર બેદરકારી સામે શહેરના નાગરિકો દ્વારા આરોગ્ય મંત્રીથી લઈ ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરી છે હોસ્પિટલ માં રાત્રિના સમયે ઇમરજન્સીમાં આવતા ગંભીર બીમાર નવજાત શિશુઓની સારવાર માટે આ તબીબો હાજર રહેતા નથી અને સ્થાનિક સ્ટાફના વારંવાર સંપર્ક કરવા છતાં ફોન પણ ઉપાડતા નથી.
ગરીબ પરિવારો પોતાના બાળકના જીવ બચાવવા આજીજી કરે ત્યારે તબીબો ફરજ બજાવવાને બદલે અંગ્રેજીમાં ગાળો આપી ઉદ્ધતાઈથી અભદ્ર વર્તન કરે છે સરકારી હોસ્પિટલમાં આવતા ગંભીર બાળ દર્દીઓને સારવાર ન આપી ડરાવી-ધમકાવીને ઉપલેટા અને જૂનાગઢની ખાનગી હોસ્પિટલોમાં ધકેલી દયે છે તેવા ગંભીર આક્ષેપ કરવામાં આવેલ છે.
જો ભવિષ્યમાં યોગ્ય સારવારના અભાવે કોઈ માસૂમ બાળકનો જીવ જશે તો તેની જવાબદારી કોની રહેશે તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે જો તંત્ર તાત્કાલિક ધોરણે પગલાં નહીં લે તો સ્થાનિક લોકો અને આગેવાનોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી લોકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.