Jai Hind

ગીર સોમનાથ જિલ્લામાં ડિસ્ટ્રીકટ ઈમરજન્સી ઓપરેશન કાર્યરત

આપત્તિની પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે સજ્જતાની કલેકટર દ્વારા સમીક્ષા

ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની સ્થિતિને અનુલક્ષી આપત્તિ સમયે વહીવટી તંત્રની કામગીરી અને સ્થિતિની સમીક્ષા માટે જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ ડિસ્ટ્રીક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લીધી હતી.
ચોમાસાની પરિસ્થિતિમાં વરસાદની સંભવિત કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે. કલેક્ટર એ કોઈપણ આપત્તી ની પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે ડિઝાસ્ટર વિભાગની સજ્જતા ની સમીક્ષા કરી હતી.
કલેક્ટર એ ચોમાસાની ઋતુ દરમિયાન કોઈપણ આપત્તિ સર્જાય તો 24 કલાક કાર્યરત ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં સ્ટાફની હાજરી, ઉપલબ્ધ સાધન-સામગ્રી અને ફરિયાદો નોંધવાની પદ્ધતિની સમીક્ષા કરી હતી.
કલેક્ટર એ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન, ઉપલબ્ધ સંસાધનો તેમજ પોલીસ, આરોગ્ય, ફાયર વિભાગ ના પરસ્પર સંકલનથી કામગીરી કરવા માટેનું માર્ગદર્શન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા આગામી 24 કલાકમાં ગીર સોમનાથ ભાવનગર, જૂનાગઢ, નવસારી, પોરબંદર, સુરત, વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે.