સાવચેતી રાખવા ખૂદ પાલીકાએ કરેલી અપીલથી લોકોમાં રોષ
રાજ્ય સરકારની શહેરી અને ગ્રામીણ વિકાસ યોજના અંતર્ગત ઉપલેટા શહેરમાં થોડા દિવસ પહેલાં ઉનાળુ સત્ર દરમિયાન ભૂગર્ભ ગટરનું આખાય ઉપલેટામાં કામ હાથ ધરવામાં આવેલ હતું જેમના લીધે શહેરના તમામ રસ્તાઓ ઉપર ભૂગર્ભ ગટરનું કામ કરવાનું હોવાથી ખોદકામ કરી અન્ડરવોટર ડ્રેનેજ પાઈપ લાઈન ફીટીંગ કર્યા બાદ તરત જ ચોમાસુ સત્ર શરૂ થઈ જતા ઉપરથી વરસાદ પડેલ છે આમના કારણે જે ખોદકામ કરેલ હતું તેમના ઉપર પાણી પડવાથી જમીનનું ધોવાણ થઈ અને જમીન પોચી પડેલ છે તેથી અવારનવાર વાહનો ફસાઈ જવા અને રોડ રસ્તા ઉપર મોટા ગાબડા અને ભુવાઓ પડવા એ સામાન્ય બાબત છે પણ હાલના સંજોગોમાં ચોમાસુ સત્ર દરમિયાન રોડ રસ્તાઓની કામગીરી થઈ શકે તેમ ન હોવાથી આ કામ અત્યારે અટકાવી દેવામાં આવેલ છે તેમજ નગરપાલિકા તેમજ કોન્ટ્રાક્ટરો રોડ રસ્તા પર ચાલતા રાહદારીઓ પરેશાન ન થાય તે માટે થી ગઈકાલે રાત્રેથી મેટલ મોરમ જરૂરિયાત મંદ જગ્યા પર પાથરવામાં આવી અને જે જગ્યા ઉપર ભુવા પડેલ છે તેમનું સમારકામ હાથ ધરેલ છે તેથી ઉપલેટા શહેરમાં પ્રવેશ કરતા બહારના રાહદારીઓ તેમજ શહેરમાં વસવાટ કરતા લોકોને ચોમાસુ સત્રમાં રોડ રસ્તા નું સમારકામ થાય તેવું શક્ય ન હોવાથી સાવચેતી અને સલામતી પર્વક રોડ રસ્તાઓ પર ચાલવા માટે તંત્ર દ્વારા જાહેર નિવેદન કરી જાણ કરવામાં આવેલ છે વધુમાં રોડ રસ્તાઓના પ્રશ્ન ઉપલેટા શહેરમાં ચાલુ વરસાદ દરમિયાન કોઈપણ કામગીરી થઈ શકે તેમ ન હોય તેથી ઉપર મેટલ કે મોરમ પાથરી કામ ચલાવ કામગીરી હાથ ધરવામાં આવેલ છે આ અંગેની જાણ લેવી