જાફરાબાદ મેરી ટાઈમ બોર્ડ ને વડી કચેરી ગાંધીનગર કંટ્રોલ રૂમ દ્વારા તા/03/07/2026 ના રોજ સુચના મુજબ અત્રેની કચેરી ખાતે 03 નંબર નું સિગ્નલ લાઈટ હાઉસ ખાતે ચઢાવવામાં આવ્યું છે. દરિયામાં ભારે કરંટના કારણે દરિયાકાંઠે ન જવા લોકો ને તંત્રની તાકી છે. ભારત સરકાર ના હવામાન વિભાગની આગાહી ને પગલે જાફરાબાદ દરિયાકાંઠે ના વિસ્તારો માટે આગામી કલાકો દરમિયાન દરિયામાં ભારે કરંટ જોવા મળી શકે છે. અને ઉંચા મોજા ઉછળવાની પ્રબળ સંભાવના જાહેર કરવામાં આવી છે. જે સંદર્ભે 3 નંબર નું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હવામાન વિભાગની સત્તાવાર માહિતી અનુસાર તા. 3 જુલાઈ ના સુધીના 24 કલાક દરમિયાન દરિયામાં ભારે કરંટ જોવા મળી શકે છે. અને ઉંચા મોજા ઉછળવાની પ્રબળ સંભાવના છે. દરિયાની આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈ પણ વ્યક્તિ એ દરિયા કિનારે જવું નહીં સામાન્ય દિવસોમાં લોકો જ્યાં ફરવા કે અન્ય પ્રવૃત્તિઓ માટે એકઠા થતા હોય છે. તેવા તમામ જાણીતા પર્યટન સ્થળો જેવા લાઈટ હાઉસ તથા સર્વેશ્વર વિસ્તાર કે અન્ય દરિયાકાંઠાના સ્થાળોથી સંપૂર્ણપણે દૂર રહેવા તાકીદ કરવામાં આવી છે.