Jai Hind

ગઢડાના ગોરડકામાં આવેલા પુલ પરથી ભારે વાહન પસાર નહીં કરવા પુન: અમલ

જૂનું જાહેરનામું અમલમાં છતાં અત્યાર સુધી બધું હેમખેમ હતું?: જાહેરનામું પ્રસિદ્ધ થયાના લાંબા સમય પછી પણ પરિસ્થિતિ અવઢવ ભરી

ગુજરાતના વડોદરા નજીક 9 જુલાઈ 2025 ના રોજ બનેલી ગંભીરા પુલ દુર્ઘટના અને અનેક મૃત્યુ બાદ સરકાર સફાળી જાગી ઉઠતા રાજ્યમાં અનેક વર્ષોજૂના પુલો જર્જરીત અને અકસ્માત સર્જે તેવી શક્યતાના આધારે પુલ ઉપરથી હેવી વાહનોની અવર જવર બંધ કરવાના જાહેરનામાં ધડાધડ પ્રસિદ્ધ કરી દેવાયા હતા. જેના પગલે યોગ્ય ડાઇવર્ઝનના અભાવે મુસાફરોને લાંબા રૂટ ઉપર ફરીને જવું પડે તેવી નોબત ઊભી થતા સમય અને રૂપિયાની બરબાદી થવાનો ગોકીરો મચી ગયો હતો.
આ માટે ગત 16-7-2025 ના રોજ પ્રસિદ્ધ થયેલા જાહેરનામાના પગલે ગઢડાના ગોરડકા તેમજ ઢસા નજીક પાટણા ગામ નજીક આવેલો પુલ ફોર વ્હીલ સહિત ભારે વાહનો માટે બંધ કરી રૂટ ડાઇવર્ઝન કરતા લોકોની મુસાફરી દુષ્કર બની જવા પામી હતું. પરંતુ અકસ્માતની તાજી ઘટના પછી જૂના પુલ ઉપર ભારે વાહનોની અવર જવર માટે પ્રતિબંધ રાખવાના નાટક ઉપર થોડાક મહિનાઓમાં પરદો પડી જતા જાહેરનામું અમલમાં હોવા છતાં પુન: જે તે પુલો ઉપર વાહનોની અવરજવર યથાવત ચાલી રહી હતી. આ દરમિયાન ફરીવાર ગઢડાના ગોરડકા ગામ ખાતે કેરી નદી ઉપર આવેલા પુલ ઉપરથી ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકી જુના જાહેરનામાનો અમલ કરવાનું શરૂ કરતા પોલીસ બંદોબસ્ત મુકીને જાહેરનામાનો અમલ શરૂ કરવાના પગલે ભારે વાહનો માટે ગઢડા થી બોટાદ તરફ જવું હોયતો ઉગામેડી, નીંગાળા, પાટી થઈને બોટાદના 25 કિમી રૂટ ના બદલે 17 કિમી વધારે થતા 42 કિમી લાંબા રૂટ ઉપરથી મુસાફરી કરવાની નોબત આવી છે. ત્યારે સંભવિત અકસ્માત નિવારવા માટેની વ્યાજબી ચિંતા સામે ખરેખર પુલની વર્તમાન પરિસ્થિતિ અને જરૂરી મરામત નિરાકરણ માટે કેટલો સમય પસાર થશે તેની કોઈ સમય મર્યાદા નિર્ધારિત હોય છે કે કેમ ? તેવા સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે જાહેરનામાંની વિગતમાં જણાવ્યા મુજબ હાલ સરકાર દ્વારા ઢસા-ગઢડા-બોટાદ-2ાણપુ2-લીંબડી રોડના અપગ્રેડ્સન પ્રોજેક્ટની કામગીરી પ્રગતિ હેઠળ છે. જેના ડી.પી.આ2.માં સદર બ્રિજના નવા બાંધકામનો સમાવેશ થયેલ છે. આમ, આ જાહે2નામું પ્રસિધ્ધ થયા તારીખથી સદ2 બ્રિજનાં બાંધકામની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલમાં 2હેશે મુજબ ખરેખર કામગીરી ક્યાં પહોંચી છે અને ક્યાં સુધીમાં પૂર્ણ થશે તેનો કોઈ સ્પષ્ટ અને સંકેત નહીં મળતા બધું અધ્ધરતાલ હોય તેવો અનુભવ લોકોને થઈ રહ્યો છે.